શાહીબાગ રિવરફ્રન્ટ પાસે આવેલી પોલીસ ચોકી પર ફરજ બજાવવા માટે ઉભા રહેલા ટ્રાફિક જવાનો ટોરેન્ટ પાવરના ખુલ્લા વીજળીના વાયરો અને ખુલ્લા બોક્સની વચ્ચેથી પસાર થતા હોય છે. સતત જીવના જોખમે ખુલ્લા વાયરોની વચ્ચેથી અવર-જવર કરતા પોલીસ જવાનો માટે કોઈ અનિચ્છનિય બનાવ બને તેની તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, ટ્રાફિક પોલીસ જવાનોની સલામતીની જવાબદારી શું તંત્ર ની નથી?