અમદાવાદઃ ધીમે ધીમે ઠંડી વિદાય લઈ રહી છે. વહેલી સવાર અને મોડી રાત્રીના માહોલ બાદ વાતાવરણ ધીમે ધીમે ગરમ થઈ રહ્યું છે. બપોરના સમયે જાણ એકાએક ઉનાળો બેસી ગયો હોય એવો અનુભવ થઈ રહ્યો છે. કચ્છના નલિયામાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. તાપમાનો પારો વહેલી સવારે 8 ડિગ્રી સુધી ઘટી જવાને કારણે વાતાવરણમાં ઠંડી અનુભવાઈ છે. જ્યારે ભેજના પ્રમાણમાં વધારો થતા સવારે વિઝિબિલિટી ક્લિયર થઈ નથી. અમદાવાદ સહિતના જિલ્લાઓમાં તાપમાન 34 ડિગ્રીને પાર થઈ જતા ઉનાળાના એંધાણ જોવા મળ્યા છે.
દિવસે ગરમી વધીઃ જેમ જેમ માર્ચ મહિનો નજીક આવતો જાય છે એમ વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. સૂર્ય દેવતા ધીમે ધીમે આકરા મિજાજમાં આવી રહ્યા છે. ખાસ કરીને બપોરના સમયે સર્યનો તાપ આકરો લાગી રહ્યો છે. જ્યારે સાંજ સુધી ગરમાવો અનુભવાઈ રહ્યો છે. અમદાવાદ શહેરનું લઘત્તમ તાપમાન મંગળવારે 31.4 ડિગ્રી સુધી નોંધાયું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું છે. રાત્રીના સમયે હજુ પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને સુકા અને ઠંડા પવનોનો રાત્રીના સમયે વધારે જોર સાથે ફૂંકાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમાન સુરેન્દ્રનગર અને રાજકોટમાં 35.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો Health Tips: બેવડી ઋતુમાં શું ભોજન લેવાય એ અંગે નિષ્ણાંતે આપ્યો અભિપ્રાય
એક પ્રકારનો ભેજ: હવામાન ખાતાની યાદી અનુસાર અમદાવાદ, ડીસા, વલ્લભવિદ્યાનગર, સુરત, વલસાડ, ભૂજ, નલિયા, કંડલા, અમરેલી, પોરબંદર, મહુવા અને કેશોદમાં તાપમાનનો પારો ઉપર ચડી રહ્યો છે. 14 જેટલા નગરના તાપમાનમાં મોટો વધારો થવાને કારણે જનજીવનને સીધી અસર પહોંચી છે. ખાસ કરીને જે દિવસભર ગરમ કપડાં પહેરવા પડતા એ હવે પહેરવા પડતા નથી. જોકે, હજું આગામી દિવસોમાં તાપમાન વધવાના એંધાણ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારાના શહેરથી ઉનાળો બેસે એવા એંધાણ વર્તાય રહ્યા છે. વહેલી સવારે હજું પણ વાતાવરણમાં એક પ્રકારનો ભેજ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે અઠવાડિયાથી મિશ્ર સીઝનનો અનુભવ થઈ રહ્યો છે. ધીમે ધીમે ગરમી વધવાના એંધાણ છે.
આ પણ વાંચો Rain in Bhavnagar: ભાવનગરમાં ગુલાબી ઠંડી વચ્ચે માવઠું, સવારે માવઠા બાદ વાદળછાયું વાતાવરણ
પાંચ દિવસમાં તાપમાન: અમદાવાદમાં મંગળવારે રાત્રે તાપમાન 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બુધવારથી આગામી પાંચ દિવસમાં તાપમાન એકાએક ઉપર ચડે એવી પૂરી શક્યતાઓ છે. આગામી ગુરૂવાર સુધીમાં જાણે એકાએક ઉનાળો બેસી ગયો હોય એવું વાતાવરણ જોવા મળશે. જ્યારે નલિયામાં હજુ પણ ઠંડી લોકોને ધ્રૂજાવી રહી છે. 8.08 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું રહ્યું છે. 34 ડિગ્રીથી વધારે તાપમાનમાં રાજ્યના 10 જેટલા શહેર જિલ્લાઓ તપ્યા હતા. સૌથી વધારે ગરમી રાજકોટમાં પડી હતી. રાજકોટનું એક દિવસીય તાપમાન 35.8 ડિગ્રી રહ્યું છે.