અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિત અન્ય મંત્રી હાજર છે. તમને જણાવી દઈ કે તિરંગા યાત્રાનીનું પ્રસ્થાન શહેરના ઘાટલોડિયા વિસ્તારથી થશે અને સમાપન નિર્ણયનગર વિસ્તારમાં થશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ગૃહપ્રધાન અમિત શાહનું સંબોધન: તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે આઝાદી માટે લાખો લોકોએ મોટો સંઘર્ષ કર્યો અને અનેક લોકોએ આઝાદી માટે બલિદાન આપ્યા છે. આજે અમદાવાદમાં રાષ્ટ્રભક્તિનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. સાથે ગૃહપ્રધાને કહ્યું કે ભગતસિંહ, ખુદીરામ બોજ જેવા અનેક વીરોએ આઝાદી માટે બલિદાન આપ્યા છે.
અમિત શાહનો કાર્યક્રમ: આ સાથે અમિત શાહ અમદાવાદના સાયન્સ સિટી ખાતે ક્રેડાઈ અને ગાહેડ દ્વારા આયોજીત વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાશે. આ ઉપરાંત ઘાટલોડિયા પ્રભાત ચોકમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે તથા સભાને સંબોધન કરશે. જે બાદ માણસા ખાતે ફોરલેનનું ખાતમુહૂર્ત, સબરજિસ્ટ્રાર કચેરીનું લોકાર્પણ, ચંદ્રસર તળાવની મુલાકાત સહિત વિભિન્ન વિકાસકાર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. બાદમાં માણસા ખાતે બહુચર માતાજીના દર્શન કરશે. ઉપરાંત માણસા ખાતે જ NSGના ક્ષેત્રીય કેન્દ્ર અને વિભિન્ન વિકાસકાર્યોનો શિલાન્યાસ કરશે. તથા રાંધેજા બાલવા ફોર લેન રોડનું ખાતમુહૂર્ત અને રાંધેજામાં શેઠ સીએન સાર્વજનિક હોસ્પિટલના આધુનિક કાર્યનું ખાતમુર્હૂત પણ કરશે.
હજારોની સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા: એટલું જ નહીં 1.5 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રામાં ઈન્ડિયન આર્મી, એરફોર્સ અને નેવીના જવાનો, પોલીસકર્મીઓ સહિત હજારોની સંખ્યામાં નાગરિકો અને બાળકો જોડાયા હતા. આઝાદી પર્વ પહેલાની આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા.