અમદાવાદઃ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલો ત્રણ માળનો ફ્લેટ ધરાશાયી થયો હતો. ગુરૂવારે મોડી રાત્રે દસ વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. જેમાં ચાર વ્યક્તિઓ કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે. જોકે, આ ફ્લેટ જર્જરીત હોવાથી કેટલાક લોકોએ અગાઉથી જ ફ્લેટ ખાલી કરી દીધો હતો. આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા ન થઈ હોવાનું મીડિયા રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે. આ ગોલ્ડ ફ્લેટને આ પહેલા જર્જરીત જાહેર કરવામાં આવ્યો હતો. જેથી કેટલાક લોકોએ આ ફ્લેટ અગાઉથી જ ખાલી કરી દીધો હતો.
રેસક્યૂ ઑપરેશ ચાલુંઃ મળતી વિગત અનુસાર આ ફ્લેટમાં બે પરિવાર જ રહેતા હતા. આ કાટમાળમાં સાતથી આઠ વ્યક્તિઓ અંદર ફસાયા હોવાની આશંકા છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસની ટીમ દોડી ગઈ હતી. અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે રેસક્યૂ ઑપરેશન ચાલું કરી દેવામાં આવ્યું હતું. ત્રણ વ્યક્તિઓને ફાયરની ટીમે બચાવી લીધા હોવાની જાણકારી મળી હતી.
વેજલપુરના મીરા સિનેમા પાસે એક અંદાજિત 40 વર્ષ જૂનો એક 3 માળનો એક ફ્લેટ હતો.જેમાં 3 જેટલા લોકો ફસાયા હતા પણ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરીને બહાર કાઢીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.--જયેશ ખડીયા (ચીફ ફાયર ઓફિસર)
શોધખોળ ચાલુંઃ આ ઘટમાં ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે લોકોને શોધવાનું કામ શરૂ કર્યું હતું. ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. હાલ તપાસ ચાલું છે. છેલ્લા ઘણા સમયથી આ ફ્લેટ ખાલી રહ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ કે.બી.રાજવીએ જણાવ્યું હતું કે, કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પગલાં લેવાયા છે. ફાયર વિભાગની ટીમ સામે પોલીસ ટીમ પણ કામ લાગી છે. તમામ લોકો સુરક્ષિત છે. કોઈ પ્રકારની જાનહાનિ મોટી થઈ નથી.
આ પણ વાંચોઃ
બચાવકાર્યમાં મુશ્કેલીઃ આ વિસ્તાર ખૂબ ગીત વિસ્તાર હોવાને કારણે ફાયર વિભાગની ટીમને બચાવકાર્યમાં મુશ્કેલી પડી રહી હતી. યુદ્ધના ધોરણે કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ ટીમની સાથે ફાયરની અન્ય ટીમ પણ જોડાઈ હતી.