ETV Bharat / state

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ટૂંકું ને ટચને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક - પુલક ત્રિવેદી પુસ્તકો

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રતિ વર્ષ શ્રેષ્ઠ પુસ્તકો (tunku ne touch book) માટે અનેકવિધ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ 2018-19ના વિવિધ વિભાગના સર્વ શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક જાહેર કરવામાં આવ્યા છે. (Three day knowledge session in Surendranagar)

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ટૂંકું ને ટચને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક

author img

By

Published : Dec 19, 2022, 10:17 PM IST

અમદાવાદ : ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સુરેન્દ્રનગરના રાજ સોભાગ સત્સંગ મંડળ, સાયલામાં આયોજિત ત્રિદિવસીય જ્ઞાન સત્ર અંતર્ગત યોજાયેલ એક એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં રઘુવીર ચૌધરી, માધવ રામાનુજ, નરોત્તમ પલાણ, પીનાકીન દવે સહિતના અગ્રણી સાહિત્યકારોની ઉપસ્થિતમાં આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. લેખક, ચિંતક અને વક્તા પુલક ત્રિવેદીના ટૂંકું ને ટચ (tunku ne touch book) પુસ્તકની નિબંધસંગ્રહ વિભાગમાં વર્ષ 2018 માટે સર્વશ્રેષ્ઠ પુસ્તક તરીકે પસંદગી કરાઈ છે. (tunku ne touch book Awarded)

ભગતના ગામમાં યોજાયું અધિવેશન સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ ભગતના ગામ સાયલામાં ગુજરાતી સાહિત્ય પરિષદના યોજાયેલા ત્રિદિવસીય અધિવેશનમાં ટૂંકું ને ટચ પુસ્તકને શ્રી સદવિચાર પરિવાર પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ પ્રકાશ ન. શાહના હસ્તે પુલક ત્રિવેદીને પારિતોષિક આપવામાં આવ્યો હતો. સરળ ભાષા, રસાળ શૈલી જેમની આગવી તાકાત છે એવા પુલક ત્રિવેદીએ સમાજ, મન:ચેતના, આંતરિક શક્તિઓ, રમત ગમત, વ્યાપાર જેવા વિવિધ વિષયો ઉપર પોતાના જીવનના અનુભવોનો સુમેળ સાધીને વાસ્તવવાદી હકારાત્મક અભિગમ સાથે માનવતા અને પ્રેરણાની ગાથા રસપ્રદ શૈલીમાં રજૂ કરી છે. (Pulak Trivedi writer Awarded)

આ પણ વાંચો કચ્છના પુસ્તકાલયમાં જોવા મળ્યો સ્વચ્છતા અને સેવાનો અનોખો સંગમ, વાંચનપ્રેમીઓને જલસા

પુલક ત્રિવેદી માહિતી ખાતામાં વરિષ્ઠ અધિકારી છે વિવિધ દૈનિકોના કટાર લેખક ત્રિવેદી રાજ્ય સરકારના માહિતી ખાતામાં વરિષ્ઠ અધિકારી તરીકે કાર્યરત છે. તેમણે રાજ્ય સરકારના 275 જેટલા વિકાસલક્ષી પુસ્તકોનું પ્રકાશન કર્યું છે. ટૂંકું ને ટચ પુસ્તક અગાઉ તેમના સીધું ને સટ, નિષ્કર્ષ અને આસ્વાદ નામના ત્રણ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. (Three day knowledge session in Surendranagar)

આ પણ વાંચો PM મોદીએ વિદેશ નીતિને નાગરિકકેન્દ્રી, વિકાસકેન્દ્રી અને સુરક્ષાકેન્દ્રી બનાવી છે, VNSGUમાં વિદેશ પ્રધાનનું નિવેદન

41 જેટલા લેખકોના પુસ્તકોને પારિતોષિકો એનાયત ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અસાઈત સાહિત્ય સભા દ્વારા પુસ્તક સીધું ને સટને નિબંધ સંગ્રહ વિભાગનું વર્ષ 2021નું સર્વશ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષિક એનાયત કરાયું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વર્ષ 2018-19 માટે વિવિધ વિભાગના પારુલ ખખ્ખર, પૂજા તત્સત, દિનેશ દેસાઈ, ડો.ચંદ્રકાન્ત મહેતા, હરિકૃષ્ણ પાઠક, મહેન્દ્રસિંહ પરમાર, રમેશ તન્ના સહિતના કુલ 41 જેટલા લેખકોના પુસ્તકોને પારિતોષિકો એનાયત કરાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.