ETV Bharat / state

વટવાના ગામડીમાં ફાયરિંગ કરનારા કોન્સ્ટેબલ સહિત 3 આરોપીઓ ઝડપાયા - ગુજરાતી સમાચાર

વટવાનાં ગામડી રીંગ રોડ પર કૌટુંબિક ઝધડાની અદાવતે એક યુવક પર ફાયરિંગ તેમજ અન્ય યુવક પર તલવારથી હુમલો કરવાની ધટનામાં વટવા પોલીસે ફાયરિંગ કરનારા પોલીસકર્મી સહિત 3 શખ્સોની ધરપકડ કરી છે.

વટવાના ગામડીમાં ફાયરિંગ કરનારા કોન્સ્ટેબલ સહિત 3 આરોપીઓ ઝડપાયા

author img

By

Published : Mar 10, 2021, 7:02 PM IST

  • વટવાના ગામડી ખાતે બની હતી ફાયરિંગની ઘટના
  • ગોમતીપુર પોલીસ સ્ટેશનનાં કોન્ટેબલ સહિત 3 આરોપીની ધરપકડ
  • અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

અમદાવાદ: વટવા રિંગરોડ પર ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી હતી. યુવતીને ભગાડી જવાની બાબતે માથાકૂટ થઈ હતી. જેમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ નવઘણ ભરવાડે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરનાર પોલીસ કોન્સ્ટેબલ સહિત 4 લોકો ફરાર થઈ ગયા હતા.

વટવાના ગામડીમાં ફાયરિંગ કરનારા કોન્સ્ટેબલ સહિત 3 આરોપીઓ ઝડપાયા
અગાઉ છોકરી પક્ષના લોકોએ કર્યો હતો હુમલો અમદાવાદના વટવા ગામ પાસે છોકરી ભગાડી જવા મુદ્દે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં છોકરી પક્ષ તરફથી હુમલો કરાયા બાદ બદલો લેવા માટે છોકરીના પિતરાઈ ભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. એક્ટિવા અને ગાડીમાં આવેલા આરોપીઓ પૈકી ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સટેબલ નવધણ ભરવાડે પોતાના પાસે રહેલી રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. તેની સાથે ગુનામાં શામેલ રમેશ ભરવાડ, અક્ષય ભરવાડ અને મોન્ટુ ભરવાડ સહિત બે અજાણ્યા ઈસમોએ ભેગા મળીને પિસ્તોલ તેમજ તલવાર તેમજ ધોકાઓ સાથે પેથાભાઈ પાસે જઈને હુમલો કર્યો હતો..આ મામલે પોલીસે પિસ્તોલ તેમજ બે જીવતા કારતુસ પણ કબ્જે કર્યા છે.ત્યારે નવધણ ભરવાડ તેમજ તેનાં ભાઈ રમેશ ભરવાડ અને મોન્ટુ ભરવાડની ધરપકડ કરી અન્ય આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.