અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાની છે. ત્યારે બે દિવસ પૂર્વે BCCIને ઇમેઇલ મારફતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાયબર ક્રાઇમની મદદથી રાજકોટથી ધમકી આપનારને ઝડપી લીધો છે.
-
તાજેતરમાં અમદાવાદ ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર ભારત પાકિસ્તાનની મેચમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકી ભર્યો ઇમેલ કરનાર ઇસમની ધરપકડ કરતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ.@sanghaviharsh @GujaratPolice @InfoGujarat @BCCI #AhmedabadPolice #GujaratPolice #ICCWorldCup pic.twitter.com/liQ2OkvcEf
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) October 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">તાજેતરમાં અમદાવાદ ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર ભારત પાકિસ્તાનની મેચમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકી ભર્યો ઇમેલ કરનાર ઇસમની ધરપકડ કરતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ.@sanghaviharsh @GujaratPolice @InfoGujarat @BCCI #AhmedabadPolice #GujaratPolice #ICCWorldCup pic.twitter.com/liQ2OkvcEf
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) October 11, 2023તાજેતરમાં અમદાવાદ ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર ભારત પાકિસ્તાનની મેચમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકી ભર્યો ઇમેલ કરનાર ઇસમની ધરપકડ કરતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ.@sanghaviharsh @GujaratPolice @InfoGujarat @BCCI #AhmedabadPolice #GujaratPolice #ICCWorldCup pic.twitter.com/liQ2OkvcEf
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) October 11, 2023
ક્રાઈમ બ્રાન્ચ કરશે સત્તાવાર જાહેરાત: ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં રમાનારી IND-PAK મેચને લઇને ધમકીભર્યા ઇ-મેઈલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઈ હતી. ઈમેઈલ મોકલનાર આરોપીની શોધખોળ ચાલી રહી હતી. જેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાયબર ક્રાઇમની મદદથી ધમકી આપનારને ઝડપી લીધો છે. આજે ક્રાઈમ બ્રાન્ચ આ અંગેની સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરશે.
સ્ટેડિયમની સુરક્ષાને લઈને બેઠક : રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. સ્ટેડિયમ અને સ્ટેડિયમ આસપાસના વિસ્તારમાં પોલીસ સુરક્ષા બાબતે સમીક્ષા કરવામાં આવશે. રાજ્યગૃહ પ્રધાન હર્ષ સંઘવી સાથે અમદાવાદના સિનિયર પોલીસ અધિકારીઓ પણ હાજર રહેશે. 14 ઓકટોબરના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાનની મેચ રમાવવાની છે. મેચમાં ધમકીઓને લઈને અમદાવાદ શહેર પોલીસ છાવણીમાં ફેરવાઇ જશે.
રાજકોટથી ઝડપાયો આરોપી: અધિકારીઓએ જણાવ્યું છે કે મુળ મધ્યપ્રદેશનો વતની આરોપી રાજકોટની હદમાં રહેતો હતો. આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. જો કે આ પાછળ અન્ય કોઈનો હાથ છે કે કેમ તે જાણવા પોલીસ પ્રયાસ કરી રહી છે. પોલીસ તમામ એંગલથી કેસની તપાસ કરી રહી છે. આરોપીઓએ કથિત રીતે એક ઈમેલ મોકલીને દાવો કર્યો હતો કે સ્ટેડિયમમાં વિસ્ફોટ થશે. જો કે હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે.
11000થી વધુ જવાનો રહેશે તૈનાત: અમદાવાદ પોલીસે અગાઉ કહ્યું હતું કે 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ ક્રિકેટ મેચ માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ક્રિકેટ ગ્રાઉન્ડ પર પડોશી દેશ સાથેની મેચને કારણે ભારે ભીડ એકત્ર થવાની ધારણા છે. એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે, 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ દરમિયાન અમદાવાદ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત પોલીસ, NSG, RAF અને હોમગાર્ડ સહિતની વિવિધ એજન્સીઓના 11,000 થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવશે.