ETV Bharat / state

આ મહામારીએ આપણને આયુર્વેદ તરફ પાછા વળવાનો બોધપાઠ આપ્યો છે : આયુર્વેદાચાર્ય ડૉ. હર્ષિત શાહ

અખંડાનંદ આયુર્વેદ કોલેજ દ્વારા શહેરના તમામ વોર્ડમાં આયુર્વેદીક ઔષધિ વિતરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 2.25 લાખ ઉકાળા-ઔષધિ અને કોવિડ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના વિવિધ ખાનગી-જાહેર સંસ્થાઓના કર્મચારીઓને પણ ઔષધી-ઉકાળા વિતરણ કરવામાં આવ્યું છે. ઔષધિ વિતરણ બાદ કોલેજ તરફથી ફોન કરી તેનો પ્રતિભાવ (ફોલોઅપ) પણ લેવામાં આવે છે. જરૂર જણાયે વ્યક્તિ સાથે ફોન પર જ પરામર્શ કરી તેની માર્ગદર્શન આપવામાં આવે છે.

આ મહામારીએ આપણને આયુર્વેદ તરફ પાછા વળવાનો બોધપાઠ આપ્યો છે : આયુર્વેદાચાર્ય ડૉ. હર્ષિત શાહ
આ મહામારીએ આપણને આયુર્વેદ તરફ પાછા વળવાનો બોધપાઠ આપ્યો છે : આયુર્વેદાચાર્ય ડૉ. હર્ષિત શાહ
author img

By

Published : Aug 5, 2020, 4:00 PM IST

અમદાવાદ: અખંડાનંદ આયુર્વેદિક કોલેજ ખાતે તબીબ નર્સ સહિત 100 જેટલા કર્મચારીઓ કાર્યરત છે. જેમાંથી 35 જેટલા તબીબો 1,200 બેડ સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ અને એસ.વી.પી. હોસ્પિટલમાં વારાફરથી કાર્યરત છે. આ ઉપરાંત 61 જેટલા પી.જી. સ્કોલર્સ (અનુસ્નાતક વિદ્યાર્થીઓ) પણ કામગીરીમાં જોડાયા છે. તેઓ કોરોનાગ્રસ્ત દર્દીઓના ઉપચાર-સારવારમાં કાર્યરત છે. આ તબીબો સોલા સિવિલમાં 791 કોરોનાગ્રસ્ત દર્દીને 1,200 બેડમાં 1,903 દર્દીઓને તથા એસ.વી.પીમાં 1,301 કોરોનાગ્રસ્ત દર્દીને સારવાર આપી ચૂક્યા છે.

આ મહામારીએ આપણને આયુર્વેદ તરફ પાછા વળવાનો બોધપાઠ આપ્યો છે : આયુર્વેદાચાર્ય ડૉ. હર્ષિત શાહ
આ મહામારીએ આપણને આયુર્વેદ તરફ પાછા વળવાનો બોધપાઠ આપ્યો છે : આયુર્વેદાચાર્ય ડૉ. હર્ષિત શાહ
અખંડાનંદ આયુર્વેદ કોલેજ ખાતે ઓ.પી.ડી. પણ સતત કાર્યરત રહી છે. લોકડાઉનથી અત્યાર સુધી 4,500થી વધારે લોકો અત્રેની ઓ.પી.ડી. સેવાનો લાભ લઈ ચૂક્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે, કોરોનાના આ કપારા કાળમાં તમામ ઉક્ત કામગીરી વચ્ચે પણ કોલેજમાં શિક્ષણકાર્ય થંભ્યું નથી. વિદ્યાર્થિઓને ઇન્ટરનેટના માધ્યમથી આયુર્વેદના પાઠ ભણાવાઇ રહ્યા છે.

અખંડાનંદ આયુર્વેદિક કોલેજના પ્રધાન આયુર્વેદાચાર્ય ડૉ. હર્ષિત શાહ જણાવે છે કે, આયુર્વેદમાં માંદા શરીરને સાજા કરવાની ઉપચાર પધ્ધતિઓની સાથે-સાથે શરીરને નિત્ય નિરોગી રાખવાનું વિજ્ઞાન પણ છે. શરીરમાં રોગ પ્રવેશે જ નહીં અને પ્રવેશે તો તેનો યોગ્ય પ્રતિકાર થાય તે મુજબ આહાર-વિહાર આયુર્વેદ શિખવે છે. આ મહામારીએ આપણને આયુર્વેદ તરફ પાછા વળવાનો બોધપાઠ આપ્યો છે. કોવિડ હોસ્પિટલ્સમાં ફરજ, શહેરમાં ઔષધી-ઉકાળા વિતરણ, ઓ.પી.ડી અને ઓનલાઇન શિક્ષણકાર્ય થકી અખંડાનંદ આયુર્વેદિક કોલેજ કોરોના સામેની લડાઈ લડી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.