- અમદાવાદમાં ચોરીનો નવો કીમિયો
- ઓઇલ ટપકવાનું કહીને ગાડીમાંથી ચોરી
- પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી
અમદાવાદ: શહેરમાં ચોરીના બનાવો ખૂબ જ ગતિથી વધી રહ્યા છે. તેમાં પણ નવા નવા નુસ્કા અજમાવી ગઠિયાઓ ચોરીને અંજામ આપે છે. તેવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાર્ક કરેલ ગાડી પાસે ઉભેલા ડ્રાઈવરને ગઠિયાઓએ ઓઇલ ટપકવાનું કહીને ગાડીમાંથી આઇપેડ, લેપટોપ સહિતની વસ્તુ ચોરીને નાસી ગયા હતા.
અમદાવાદ: શાહીબાગમાં ગાડીમાંથી ઓઇલ ટપકે છે કહીને ગઠિયો લેપટોપ સહિતની બેગ લઈને ફરાર કેવી રીતે ગઠિયાઓએ આપ્યો ચોરીને અંજામશાહીબાગમાં રહેતા વેપારી નિલેશભાઈ અગ્રવાલ ચાંગોદર ખાતે પાણીની કંપની ચલાવે છે. તેઓ તેમના ડ્રાઈવર સાથે વાળ કપાવવા શાહીબાગ ખાતે એક સલૂનમાં ગયા હતા. ત્યાં તેઓ વાળ કપાવવા ગયા અને ડ્રાઈવર ગાડી પાસે ઉભો હતો. ત્યારે કેટલાંક શખ્સો આ ડ્રાઈવર પાસે આવ્યા અને ગાડીમાંથી ઓઇલ ટપકે છે, તેવી વાત કરી હતી. જેથી આ ડ્રાઈવર ગાડીનું બોનેટ ખોલીને તપાસ કરી રહ્યો હતો. તેવામાં ગઠિયાઓ આવીને લેપટોપ, આઇપેડ અને લેધરબેગ લઈને ફરાર થઈ ગયા હતા.
CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી
ડ્રાઇવર ગઠિયાઓની પાછળ પણ ભાગ્યો હતો. પરંતુ તેઓ રિક્ષામાં બેસીને નાસી ગયા હતા. આ સમગ્ર મામલે વેપારીએ ફરિયાદ નોંધાવી છે. શાહીબાગ પોલીસે ફરિયાદ નોંધીને CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.