અમદાવાદઃ વર્ષોથી પોતાના સમાજની પરંપરા ચાલી આવતી હોવાના કારણે સ્વજનની અંતિમક્રિયા કર્યા બાદ તેના ફૂલ એટલે કે અસ્થિને ઘરે નહિ લઈ જતા તેઓ અલગ-અલગ ડબ્બાઓમાં નામ લખી અને આ જગ્યાએ મૂકી જાય છે. જ્યાં આ અસ્થિઓને સારસંભાળ રાખવામાં આવે છે. કેટલાક લોકો મહિના બે મહિના કે છ મહિના કે વર્ષમાં પણ લઈ જતા હોય છે. જ્યારે કેટલાક તેવા પણ અસ્થિઓનેના ડબ્બાઓમાં રાખેલા છે, કે જે પાંચ નહીં દશ નહીં પરંતુ 15થી 20 વર્ષ જૂના અસ્થિઓ સંગ્રહ કરવામાં આવેલા છે. ઘણા ખરા અસ્થિઓ સાચવવા માટેના ડબ્બાઓ જે લોખંડના ડબ્બાઓ છે, તે પણ આટલા વર્ષોથી સાચવવામાં આવ્યા હોવાના કારણે ચોમાસામાં ભેજનું પ્રમાણથી તેના ઉપર પણ કાટ લાગી ગયો છે. તેની સાર સંભાળ રાખવા માટે અનિલ છારા નામના યુવકની નિમણુક કરવામાં આવી છે.
અનિલે જણાવ્યું હતું કે, પેઢી દર પેઢી ચાલી આવતી આ પરંપરાને અમે આજની તારીખમાં પણ આગળ વધારી રહ્યા છીએ. હજૂ પણ અમારા સમાજમાં લોકો અંધશ્રધ્ધાથી પીડાય છે. પૂર્વજો જે પ્રમાણે કરતા આવ્યા છે, તે રીતે અને તે જ પ્રમાણે તેઓ અહીં અસ્થિઓ બેંકમાં મૂકી જાય છે. પછી જ્યારે તેમને વિસર્જન કરવાનો સમય મળે, ત્યારે તેઓ અહિંથી લઈ જાય છે.