અમદાવાદ : ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એક મહત્વનો (Licensing the Pharmacy Council) નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ફાર્મસી કાઉન્સિલ લાઇસન્સને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. ફાર્મસી વિદ્યાર્થીઓ ભણ્યા વિના જ ડિગ્રી લેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ GSPCની વેબસાઈટ હેક કરી નકલી માર્કશીટ બનાવતા 4 આરોપીની સાયબર ક્રાઇમે કરી ધરપકડ
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો નવો નિર્ણય
હવે વિદ્યાર્થીઓ ભણ્યા બાદ જ ફાર્મસી કાઉન્સિલની એક્ઝિટ પરીક્ષા આપી શકશે. જ્યારે એક્ઝિટ પરીક્ષા પાસ કર્યા બાદ ફાર્મસી કાઉન્સિલ લાયસન્સ આપશે. ત્યારે ફાર્મસી કાઉન્સિલમાં ત્રણ પેપર (Pharmacy Council Paper) લેવામાં આવશે. ત્રણેય પેપરમાં 50 ટકા માર્ક્સ આવશે તેને જ લાઇસન્સ આપવામાં આવશે. ત્યારે આ પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવશે. જ્યારે હાજરી લીધા વગર ડિગ્રી આપતી કોલેજો સામે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની લાલ આંખ જોવા મળી છે.
આ પણ વાંચોઃ LJ College Ahmedabad એલ.જે કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ રોષ ઠાલવ્યો
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા નોટિફિકેશન જાહેર
ડિપ્લોમા ઓફ ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન (Registration with the Pharmacy Council) કરાવવા માટે પરીક્ષા પાસ કરવી પડશે. ત્યારે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.