આ એક્ઝિબિશનમાં દેશભરમાંથી લોકો પોતાનું રોયલ કલેક્શન લઈને આવ્યા હતા. જેમાં જ્વેલરી ,ફૂટવેર કલેક્શન અને રોયલ ફેમિલીના આઉટફિટ પણ જોવા મળ્યા હતા. આ પ્રસંગે વડોદરા, રાજકોટ , રામપુરના રાજા અને મહારાણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વાત કરતા મહારાણી રાધિકા રાજે ગાયકવાડે જણાવ્યું હતું કે, પહેલીવાર રાજવી પરિવારો આ રીતે એકત્ર થઇ રહ્યા છે. અને તેમની હસ્તકલા અને સંસ્કૃતિને લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે. ભારતની સંસ્કૃતિ અને વારસો જીવંત રાખવા માટે આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે અમે પ્રયત્નશીલ છે.