અમદાવાદ : યુદ્ધગ્રસ્ત યુક્રેન માંથી ભારતીય વિદ્યાર્થીઓને (Indian Students in Ukraine) પરત લાવવા કેન્દ્ર સરકાર તેમને એરલિફ્ટ કરી રહી છે. યુક્રેનના પશ્ચિમ ભાગમાં જ્યાં યુદ્ધ ચાલી રહ્યું નથી. ત્યાંથી ઘણા વિદ્યાર્થીઓને લાવીને ભારત સરકારે તેમના વતન પહોંચાડી દીધા છે. પરંતુ હજુ પણ હજારો વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે. તેમના વાલીઓએ માંગ કરી છે કે, તેને જલ્દી ભારત લાવવામાં આવે.
આ પણ વાંચોઃ Russia Ukraine War : સરકાર વિધાર્થીઓના માતા-પિતા બની તેમને વતન પરત લાવી : જીતુ વાઘાણી
રજૂઆત કરવા વાલીઓ પહોંચ્યા સચિવાલય
જે માતા-પિતાના બાળકો યુક્રેનમાં (Russia Ukraine War) ફસાયેલા છે. તેને જલ્દીથી ભારત લાવવામાં આવે તે મુદ્દાની રજૂઆત કરવા આજે કેટલાક વાલીઓ ગાંધીનગરમાં સચિવાલય ખાતે પહોંચ્યા હતા. તેમને મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને (Rajendra Trivedi taking Students to Ukraine) રજૂઆત કરી હતી. વાલીઓએ જણાવ્યું હતું કે, ત્યાં બાળકોની સ્થિતિ ખરાબ છે. માઇનસ 5 ડિગ્રી તાપમાનમાં તેઓ બહાર છે. તેમાના ઘણાને પગમાં બૂટ પણ નથી. પાકિસ્તાન અને નાઇજીરીયાના વિદ્યાર્થીઓ તેમનું ખાવાનું ઝૂંટવી લે છે અને તેમની સાથે મારપીટ કરી રહ્યા છે. યુક્રેનિયન સેના તેમની પર પ્લાસ્ટિકની બુલેટ્સ ચલાવી રહી છે.
આ પણ વાંચોઃ Russia Ukraine War : દિલ્હી એરપોર્ટથી 27 ગુજરાતી વિદ્યાર્થી ગાંધીનગર પહોંચતા હર્ષના આંસુ છલકાયા
રાજેન્દ્ર ત્રિવેદીએ અધિકારીને બોલાવ્યા
વાલીઓની રજૂઆત સાંભળીને મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ઇવેકયુએશનના કામ સાથે સંકળાયેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓને બોલાવ્યા હતા. વાલીઓના બાળકોના નામ, નંબર વગેરે માહિતી લઈને તેમણે અધિકારીઓને આપી હતી. તેમણે કહ્યું હતું કે, કુલ 85 જેટલા બાળકો ત્યાં ફસાયાની (Students from Gujarat in Ukraine) તેમને રજૂઆત મળી છે.