- તંત્રએ પરિવાર બની યુવતીના લગ્ન માણસાના યુવક સાથે કરાવ્યા
- યુવકનો પરિવાર લગ્ન માટે યુવતીની શોધમાં હતો
- જિલ્લા કલેકટર, મેટ્રોપોલિટનના ન્યાયાધીશ, સેશન્સ કોર્ટના ન્યાયાધીશ, ACPની હાજરીમાં લગ્ન થયા
અમદાવાદઃ શહેરમાં તંત્ર જ પરિવાર બની જવાબદારી નિભાવી રહ્યું હોવાનો મોટો કિસ્સો સામે આવ્યો છે. આજે શુક્રવારે તંત્રએ સાથે મળીને અનાથ યુવતીના લગ્ન કરાવ્યા હતા. જેમાં તંત્રએ યુવતીના પિતા બની તમામ જવાબદારી નિભાવી હતી. માણસાાના એન્જિનિયર યુવક સાથે લગ્ન કરાવ્યા હતા. જેમાં ધારાસભ્યો, સિનિયર વરિષ્ઠ વકીલો, બાળ સંરક્ષણ ગૃહના અધિકારી સહિત પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.
![તંત્રએ પરિવાર બની યુવતીના લગ્ન મહેસાણાના યુવક સાથે કરાવ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-06-anath-yuvti-lagan-special-hyc-7209847_09042021170854_0904f_1617968334_487.jpeg)
આ પણ વાંચોઃ પુત્રવધૂની મક્કમતાથી 67 વર્ષીય કિશોરસિંહને મળ્યું નવું જીવનદાન
યવક-યુવતીના લગ્ન થયા
અમદાવાદ શહેર પોલીસ, બાળ સંરક્ષણ ગૃહ અને મહિલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિનવારસી મળી આવેલી યુવતીની અનેક જગ્યાએ તપાસ કરવામાં આવી. કોઈ સારસંભાળ મળી ન હતી. જેથી તેમને નિયમોને ધ્યાને લઇ માણસાાના એન્જિનિયર યુવક સાથે તેના લગ્ન નક્કી થયા હતા. તે મુજબ મેટ્રોપોલિટનના ન્યાયાધીશ, સેશન્સ કોર્ટના ન્યાયાધીશ, સહિત સિનિયર વરિષ્ઠ વકીલો, ઝોન-2 DCP, ACP એસ. કે. ત્રિવેદી, મહિલા ક્રાઇમના ACP મીની જોસેફ, બાળ સંરક્ષણ ગૃહના અધિકારી સહિત પોલીસકર્મીની હાજરીમાં યુવક અને યુવતીના લગ્ન કરાવવામાં આવ્યા છે.
![તંત્રએ પરિવાર બની યુવતીના લગ્ન મહેસાણાના યુવક સાથે કરાવ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-06-anath-yuvti-lagan-special-hyc-7209847_09042021170854_0904f_1617968334_694.jpeg)
રેસ્ક્યૂ કરેલી યુવતીના લગ્ન થયા માણસાાના યુવક સાથે
બે વર્ષ અગાઉ અમદાવાદ શહેરમાં બાળકોનું શોષણ થઈ રહ્યું હોવાની કેટલી માહિતીના આધારે અમદાવાદ શહેર પોલીસ, મહિલા ક્રાઇમ અને બાળ સંરક્ષણ ગૃહ દ્વારા તેવા બાળકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જે બાદ તમામને નિત્યાનંદ આશ્રમમાં મોકલી આપવામાં આવી હતી. ત્યારબાદ ચાઈલ્ડ વેલ્ફેર સંસ્થાના કર્મચારીના સ્નેહીજનમાં માણસાાનો યુવક લગ્ન માટે યુવતીની શોધમાં રહેલ હતો. આ દરમિયાન તે પરિવારને સમગ્ર બાબત અંગે વાત કરવામાં આવી અને ત્યારબાદ પરિવાર લગ્ન માટે તૈયાર થતા ચાઈલ્ડ વેલ્ફેર સંસ્થાએ એક રિપોર્ટ તૈયાર કરી જ્યુડિશિયલમાં મોકલ્યો. જેઓએ યુવકનું કાઉન્સેલિંગ કર્યું અને તેનો રિપોર્ટ અમદાવાદ શહેર પોલીસ, કલેક્ટર, ન્યાયાધીશને મોકલ્યો હતો. તેમને ચકાસણી કર્યા બાદ બન્ને યુવક- યુવતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
આ પણ વાંચોઃ રાષ્ટ્રીય હેન્ડલૂમ સપ્તાહ: કચ્છના હાથવણાટના કારીગરોનો અહેવાલ
યુવક અને તેમના પરિવારના લોકોમાં ખુશીનો માહોલ
લગ્ન કરનારા યુવક અને તેમના પરિવારના લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. વરરાજા વિપુલ પટેલે જણાવ્યું હતુ કે, પરિવારના લોકો દ્વારા લગ્ન માટે યુવતીની શોધ કરવામાં આવતી હતી. ત્યારે પરિવારના નજીક મિત્ર દ્વારા જાણકારી આપતા જણાવવામાં આવ્યું હતુ કે, નિત્યાનંદ આશ્રમમાં યુવતી છે, અને આશ્રમના લોકો સારો છોકરો શોધી રહ્યા છે. જેને લઇને વાતચીત કરતા લગ્નનું આયોજન કરવામાં આવ્યું.