- એક મહિમામાં લગભગ 22,500 ડાયાલિસિસ કરવામાં આવ્યા
- 12 લાખ ડાયાલિસિસના માઈલસ્ટોનને પાર પાડ્યો
- 50 KM ત્રિજયાની રેન્જને ઘટાડીને 30 KM સુધી લાવવાનું લક્ષ્યાંક
અમદવાદ : વિશ્વ કિડની દિવસની ઉજવણીના ત્રણ પહેલા 12 લાખ ડાયાલિસિસ માઇલસ્ટોનને પાર કરી રાજ્યમાં 32 જિલ્લાઓમાં 47 GDP સેન્ટર વધારી 10 GDP કેન્ડ્રોનો પ્રારંભ એક મહિમામાં લગભગ 22,500 ડાયાલિસિસ કરવામાં આવ્યા છે. વિશ્વ કિડની દિવસની ઉજવણીના ત્રણ દિવસ પહેલા ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડીસીસ એન્ડ રિસર્ચ સેન્ટર અને તેના ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત 12 લાખ ડાયાલિસિસના માઈલસ્ટોનને પાર પાડ્યો છે.
આ પણ વાંચો - નડિયાદમાં સરકારની સંવેદનશીલતાનો પરિચય કરાવતું સિવિલનું ડાયાલિસિસ સેન્ટર
50 KM ત્રિજયાની રેન્જને ઘટાડીને 30 KM સુધી લાવવાનું લક્ષ્યાંક
આ અંગે IKDRCના ડિરેક્ટર ડૉ. વિનીત મિશ્રા સાથેની વાતચીત દરમિયાન તેમને જણાવ્યું હતું કે, અમે દરેક દર્દીના ઘરની નજીક ડાયાલિસિસ ઉપલબ્ધ કરાવવા માટે કટિબદ્ધ છીએ, તેથી GDP સેન્ટરની સંખ્યાને બમણી કરવામાં આવી રહી છે. હાલની 50 KM ત્રિજયાની રેન્જને ઘટાડીને 30 KM સુધી લાવવાનું લક્ષ્યાંક છે. ગત વર્ષે કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન જ્યારે રૂટિન મેડિકલ ચેકઅપ પણ સ્થગિત કરવામાં આવ્યા હતા, ત્યારે આશરે 5,000 કરતાં પણ વધુ કોરોના સંક્રમિત અને કિડનીના દર્દીઓની સેવામાં સતત કાર્યરત રહ્યા હતા. જે વાતનો IKDRCને ગર્વ છે.
આ પણ વાંચો - ગુજરાતમાં સૌથી વધુ વખત ડાયાલિસિસ કરાવી પ્રેરણાદાયી જીવન જીવતા ઉમેશભાઈ
આગામી દિવસોમાં વધુ 10 GDP કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવશે
ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન અનેક અવરોધો હોવા છતાં લાભાર્થીઓ માટે રાજ્યભરમાં ડાયાલિસિસ GDP કેન્દ્રોના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. એક મહિનામાં લગભગ 22,500 ડાયાલિસિસ દેશમાં ડાયાલિસિસ સેન્ટરનું સૌથી વિશાળ સરકારી નેટવર્ક ધરાવતા ગુજરાતમાં 32 જિલ્લાઓમાં 47 GDP સેન્ટ્રર્સ કાર્યરત છે. જ્યારે આગામી દિવસોમાં વધુ 10 GDP કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવશે. IKDRC દ્વારા સંચાલિત 500 મશીન્સથી સજ્જ GDP સેન્ટર એક મહિનામાં લગભગ 22,500 ડાયાલિસિસ કરે છે. IKDRC જે મુખ્યત્વે કિડની હોસ્પિટલથી જાણીતી છે, તેને ઉચ્ચ ગુણવત્તાવાળા આંતરરાષ્ટ્રીય ડાયાલિસિસ ધોરણો માટે જનતા માટે તેમની લોકપ્રિયતાના કારણે આ ઐતિહાસિક સ્થાન મળ્યું હોય તેમ ડૉક્ટર્સનું માનવું છે.
આ પણ વાંચો - વડોદરાની સયાજી હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીનની સુવિધા કરાઇ ઉપલબ્ધ
કયા નવા 10 સેન્ટર્સમાં ઉભા થશે ડાયાલિસિસ સેન્ટર?
ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે GDPની શાનદાર સફળતાના કારણે આગામી દિવસોમાં માણસા, કલોલ, કચ્છ-માંડવી, કચ્છ-ગાંધીધામ, વાંકાનેર, જામ જોધપુર, સુરત-માંડવી, વાપી, ગોત્રી-વડોદરા અને આણંદમાં આગામી બે મહિનામાં 10 બીજા નવા સેન્ટર્સ ઉભા કરવાની યોજના ગોઠવવામાં આવી છે. ગત 8 વર્ષથી ગુજરાતમાં કિડની કેરની જરૂરિયાતના હજારો દર્દીઓ જીવનમાં પરિવર્તન લાવવા માટે GDPએ સૌથી આગળ રહી પોતાની સ્થિતિને જાળવી રાખી છે.
આ પણ વાંચો - અમદાવાદમાં દર્દીઓને ડાયાલિસિસ કરવું થયુ સહેલું, જરૂરિયાત મંદ લોકોને મળશે સુવિધા
યુવા પેઢીમાં ડાયાલિસિસનું ખૂબ જ પ્રમાણમાં
IKDRC કિડનીની સારવાર લેનારા ગરીબ અને છેવાડાના ગામથી આવેલા લોકોને મફત સારવાર આપવામાં આવી રહી છે. આ સાથે ડૉક્ટરે જણાવ્યું છે કે, છેલ્લા કેટલાય સમયથી ડાયાલિસિસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં યુવા પેઢીમાં ડાયાલિસિસનું ખૂબ જ પ્રમાણ જોવા મળી રહ્યું છે. તેનું મુખ્ય કારણ વધારે પડતી ચિંતા, વિચારોમાં ખોવાયેલા રહેવું અને ગુમસુમ રહેવા જેવી અનેક બાબતો કારણભૂત ગણવામાં આવી રહી છે.
આ પણ વાંચો - અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલમાં અનેક લોકોએ કરાવ્યું ફ્રીમાં ડાયાલિસિસ