ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવનો આંક વધીને 116 થયો

કોરોના વાઇરસ મહામારીનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે અમદાવાદ ગ્રામ્યમાં અને જિલ્લામાં તેની ભારે અસર જોવા મળી રહી છે. અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના કુલ કેસ 116 સામે આવ્યા છે.

Etv Bharat, Gujarati News, Covid 19, Ahmedabad News
Ahmedabad News
author img

By

Published : May 13, 2020, 12:11 PM IST

અમદાવાદઃ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કુલ 116 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ ધોળકામાં કુલ 51 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

અમદાવાદ જિલ્લામાં 13મી મે સવારના 9 કલાક સુધીમાં કુલ નવા 3 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા કુલ આંકડો વધીને 116 પર પહોંચ્યો છે. અમદાવાદથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલા ધોળકામાં માત્ર એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. જોકે તાલુકામાં કોરોના પોઝિટિવની સંખ્યા 51 છે. જિલ્લામાં ધોળકા તાલુકામાં સૌથી વધુ 49 પોઝિટિવ કેસ બાદ હવે દસ્ક્રોઇ તાલુકામાં કુલ 47 નોંધાયા છે.

આ સિવાય વિરમગામમાં પણ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાથી માત્ર ત્રણ લોકોના મોત નિપજ્યા છે.કોરોના પોઝિટિવ દર્દીઓની સંપર્કમાં આવનાર 834 લોકોને હોમ-ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

અમદાવાદના ગ્રામીણ અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.51 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 27 લોકોને નજીકની કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 27 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. ગત સોમવારે દસ્ક્રોઈ તાલુકામાં નવા 08 કેસ પોઝિટિવ આવતા કુલ આંકડો 54 પર પહોંચ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે, મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 51અને સાણંદમાં 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.