- વધતા સંક્રમણને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય
- અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં 30 એપ્રિલ સુધી રહેશે રાત્રી કરફ્યૂ
- ચારેય મહાનગરોમાં રાતના 9 કલાકથી સવારના 6 કલાક સુધી રહેશે કરફ્યૂ
અમદાવાદ: રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઇને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા અને ધંધા-રોજગાર પર અસર ન થાય તે માટે રાત્રી કરફ્યૂ લગાડવામાં આવ્યો છે, ત્યારે જે રીતે હવે રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે, તેને લઇને રાજ્ય સરકારે રાત્રી કરફ્યૂમાં ફરીથી વધારો કર્યો છે. જે અંતર્ગત રાત્રી કરફ્યૂ હવે 30 એપ્રિલ સુધી યથાવત રહેશે.
આ પણ વાંચોઃ રાજકોટ ચેમ્બરે કરફ્યૂનો સમય ઘટાડવા કરી રજૂઆત
30 એપ્રિલ સુધી કરફ્યૂ યથાવત
આ અંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જાણકારી આપતા જણાવ્યું કે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા ૩૦ એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચોઃ કોરોના સંક્રમણને લઈ વડોદરામાં રાત્રિના 9 કલાકથી સવારના 6 કલાક સુધી કરફ્યૂ લાગૂ