અમદાવાદઃ કોરોના મામલે સારી સારી કામગીરીની વાતો કરતા તંત્રની પોલ આવા અનેક કિસ્સાઓ ઉઘાડા પાડતા હશે. પરંતુ કોઈ હિંમત રાખીને બોલે છે અને કોઈ બોલી શકતા નથી. સતત લોકોની સેવાર્થે ફરજ બજાવતા સરકારી કર્મચારીઓને જ સુવિધા મળી રહી નથી તો સામાન્ય નાગરિકને સુવિધા મળશે તે માટે તો અનેક સવાલો હોય તે સ્વાભાવિક છે.
આ મહિલા મેડિકલ ઓફિસર જમાલપુરના કોરોનાગ્રસ્ત વિસ્તારમાં કામ કરતા હતા, ત્યારે તેમની તબિયત લથડી હતી અને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમણે કહ્યું કે, કોરોના પોઝિટિવ આવવા છતાં તંત્ર દ્વારા કોઈ ખબર અંતર પણ પૂછતું નથી. ઘણા સમયથી બિમાર હોવા છતાં તેમને કામ પર બોલાવાતા હતા. તબિયત ખરાબ થતાં પહેલી વખત કોરોના રિપોર્ટ કરાવ્યો તો નેગેટિવ આવ્યો હતો, પરંતુ બાદમાં તબિયત વધુ ખરાબ થતા ફરી રિપોર્ટ કરાવ્યો તે પોઝિટિવ આવ્યો. સતત રાત દિવસ કોરોનાગ્રસ્ત વિસ્તરમાં કામ કર્યું હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ બાદ પણ તંત્રએ કોઈ સાથ ના આપ્યો.
તાજેતરમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર ન આપવામાં આવતી હોવાનો પણ વીડિયો વાઇરલ થયો હતો, જેનાથી સરકાર કોરોના મામલે કેટલી ગંભીર છે તેનું સત્ય આવા વીડિયોથી સામે આવે છે.