અમદાવાદ પાપ છાપરે ચઢીને પોકારે જ. આવું જ બન્યું એક આરોપી સાથે. 1973 માં 26 વર્ષની ઉંમરે હત્યા કરનાર આરોપી આખરે 50 વર્ષે ઝડપાયો. યુવાનીમાં હત્યા કરનાર આરોપી થઈ ગયો વૃદ્ધ પણ આખરે પોલીસથી ન બચી શક્યો. અમદાવાદ પોલીસે (Ahmedabad Police) 1973માં એક મહિલાની હત્યા મામલે સીતારામ તાતીયા ભતાને નામના આરોપીની ધરપકડ(Arrest of accused) કરી છે.
અમદાવાદમાં આવ્યો આરોપી 26 વર્ષની ઉંમરે અમદાવાદમાં આવ્યો હતો. જ્યાં તે સરદારનગરમાં (Ahmedabad in Sardarnagar)એક મહિલાના મકાનમાં ભાડે પહેલા માળે રહેતો હતો. તેની સાથે અન્ય બે લોકો પણ રહેતા હતા. આરોપી મૂળ ચોરીની ટેવ ધરાવતો હોવાથી તેણે મકાનમાલિકના ઘરમાં ચોરી કરવાનું નક્કી કર્યું. અને ત્યારે જ મહિલાએ ચોરી કરવા આવેલા સીતારામનો પ્રતિકાર કરતા તેણે મહિલા સાથે ઝપાઝપી કરી હતી.
આરોપી ફરાર જેમાં મહિલા નીચે પટકાતા તેનું મૃત્યુ થયું હતું. બાદમાં આરોપી ફરાર થઇ ગયો હતો. જે તે સમયે પોલીસ જ ફરિયાદી બની બંધ ઘરમાં મળેલી લાશ મામલે હત્યાની તપાસ કરી રહી હતી. પણ તે સમયે આરોપી ન મળતા અનેક વર્ષો સુધી તપાસ ચાલી. આખરે આરોપીનું 70 મુજબનું વોરન્ટ પણ નીકળ્યું. પણ આરોપી ન મળ્યો. આખરે સરદારનગર પોલીસને મહારાષ્ટ્ર પોલીસનો સહયોગ મળ્યો અને ફોટો કે અન્ય માહિતી ન હોવા છતાંય માત્ર એક નામ આધારે પોલીસે 50 વર્ષે આરોપીને ઝડપી પાડ્યો.
પરિવારમાં કોઈ નથી પોલીસની તપાસમાં(Police investigation) સામે આવ્યું છે કે આરોપીના પરિવારમાં કોઈ નથી. તે અપરિણીત છે, અને તેણે અગાઉ ચોરી અને દુષ્કર્મ અને તેના ભાઈના દીકરાના દાગીના પણ ચોરી કરવા જેવા ગુના આચર્યા છે. પણ આ બાબતે ગુનાઓ નોંધાયા છે કે કેમ તે બાબતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે કહેવાય છે ને કે ગુનેગાર ગુનો કરતા તો કરી નાખે છે, પરંતુ આરોપીને હંમેશા એવું હોય છે કે તે ક્યારેય નહીં પકડાય. પણ દરેક ગુનેગારનું એક પગેરું હંમેશા તેની પાછળ પડછાયાની જેમ જ રહેતું હોય છે એજ રીતે સીતારામની પાછળ પણ એક પડછાયો હંમેશા ફરતો હતો. અને તે પડછાયાની છાપને સરદારનગર પોલીસે ઓળખી કાઢ્યો અને યુવાનીમાં કરેલા હત્યા જેવા ગુનાની સજા વૃદ્ધાવસ્થામાં ભોગવવાનો વારો સરદારનગર પોલીસે લાવી દીધો.