અમદાવાદઃ શહેરના પ્રસિદ્ધ ચિત્રકાર નટુભાઈ પરીખ કે, જેઓ 90 વર્ષની ઉંમરે તેમના ૧૯૪૦થી અત્યાર સુધીના સૌથી સારામાં સારા અને તેમને ખૂબ જ ગમતા ચિત્રોનું ભવ્ય પ્રદર્શન અમદાવાદની ગુફા ખાતે તારીખ 11 ફેબ્રુઆરીથી શરૂ થઈ અને 16 ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી ચાલવાનું છે. સમગ્ર ચિત્રમાં તેમણે અવનવા પક્ષીઓ તેમજ દરિયાકાંઠાના વૃક્ષો તેમજ દરિયાનાં ઉછળતા મોજા તેમજ portrait અને લાઈફ કેનવાસ પર ઉતરેલા છે.
આ દિગ્ગજ કલાકાર નટુ પરીખાના જણાવ્યા અનુસાર તેમણે મોટા ભાગના ચિત્રો નદી કાંઠા, દરિયાકાંઠા તેમજ આકર્ષક અને શાંત તેવી રમણીય જગ્યામાં દોરેલા છે. વળી તેમને સૌથી વધુમાં વધુ સમય અમદાવાદ થી 50 કિલોમીટર દૂર આવેલા ઉત્કંઠેશ્વર મહાદેવ એટલે કે ઊંટડીયા મહાદેવ ખાતે કે જે તેમનો ફેવરિટ પ્લેસ પણ ગણાય છે. ત્યાં તેમણે વધુમાં વધુ સમય વ્યતિત કરી અને ખૂબ જ આકર્ષક ચિત્રો કેનવાસ પર દોરેલા છે. સમગ્ર જીવન ના નિચોડરૂપે આજે ૯૦ વર્ષે પણ તેઓ સતત અને સતત ચિત્રકામ કરે છે. ચિત્રકામ તેમનું પસંદગીનું અને જીવનનો ધ્યેય બનેલું કામ છે.