અમદાવાદઃ રાજ્યમાં પરિણીતા પર દહેજ સહિતની બાબતોમાં માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હોવાની અનેક ઘટનાઓ સામે આવે છે. દારૂના નશામાં પતિ સાથે મારઝૂડ કરવી તેમજ અન્ય સ્ત્રીઓ સાથેના સંબધોમાં પત્નીને મારમારી(Husband and Wife Quarrel) ઘરેથી કાઢી મુકવા તેમજ હત્યા પણ થઈ હોવાના બનાવો બને છે. એવી જ એક ઘટના ગઈકાલે અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં ઘટી હતી જેમા પતિએ પત્ની સાથે થયેલા સામાન્ય ઝઘડામાં ઉશ્કેરાઈને ગળામાં પહેરેલા તાવીજથી જ પત્નીનું ગળું(Husband kills wife in Ahmedabad) દબાઈ દીધું હતું. પોલીસે હત્યારા(Ahmedabad Crime Case) પતિની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી લીધી છે.
પતિની અન્ય બે પત્નીઓ બંગાળમાં રહેતી
મળતી માહિતી મુજબ શાહઆલમ વિસ્તારમાં રહેતા હલીમા બીબી સાથે કમરુલ શેખના બે વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને બંનેના આ ત્રીજા લગ્ન હતા. બંને દંપતિ છૂટક મંજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. પતિની અન્ય બે પત્નીઓ બંગાળમાં રહેતી હોવાથી તે ક્યારેક ત્રીજી પત્નીને મળવા માટે બંગાળથી અમદાવાદ આવતો હતો. આ જ બાબતે અનેકવાર બંને વચ્ચે નાના-મોટા ઝઘડા થતા હતા. હત્યાના બેથી ત્રણ દિવસ પહેલા હત્યારો પતિ અમદાવાદ(Crime Case in Ahmedabad) સ્થિત તેના ઘરે આવ્યો હતો.
તાવીજનો દોરો ખેંચી પત્નીનું ગળું દબાવી દીધું
ઘરે આવ્યા બાદ ફરી બંને વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા. જેમા ગઈકાલે વાત વધી જતા બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ ગુસ્સામાં પતિએ પત્નીને તાવીજનો દોરો પાછળથી જોરથી ખેંચી રાખી પત્નીનું ગળું દબાવી(Husband strangled and killed his wife) દીધું હતું, પત્નીની હત્યા કર્યા બાદ તે ગભરાઈ ગયો હતો અને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ઘટનાની જાણ આસપાસના પાડોશીઓ તેમજ તેના દીકરાને થતા તેઓ તાત્કાલિક પોલીસને ફોન કરી સમગ્ર ઘટના વિશે જાણ કરી અને પોલીસે(Ahmedabad Isanpur Police ) પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચોઃ Crime In Vadodara : પતિ-પત્નીના ઝઘડામાં જમાઇએ સાસુની કરી હત્યાં, પોલીસ પાસે જાતે જ કર્યું આત્મસમર્પણ