ETV Bharat / state

છુટાછેડા બાદ પત્નીને પરત મેળવવા પતિએ હાઇકોર્ટમાં કરી અરજી

અમદાવાદઃ નવવિવાહિત પત્નીને પરત મેળવવા પતિએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. પાટણ જિલ્લાના અરજદાર પતિને આક્ષેપ છે કે, પત્નીના પરિવારજનોએ દબાણપૂર્વક છૂટાછેડા વગર તેના બીજા લગ્ન કરાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ દંપતીએ થોડા દિવસો પહેલાં પોલીસ રક્ષણ માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી અને 1 મેના રોજ તેમને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું હતું. અરજદારની માંગણી છે કે, તેની પત્નીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે જેથી તે તેનો નિર્ણય સ્પષ્ટ કરી શકે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 4, 2019, 11:46 PM IST

અરજદારની રજૂઆત છે કે તેની ઉંમર 29 વર્ષ છે અને તેણે 24 વર્ષની યુવતી સાથે ગત 17મી જાન્યુઆરીના રોજ લગ્ન કર્યા હતા અને સહજીવન શરુ કર્યુ હતું. યુવતીના પરિવારજનો આ લગ્નને સ્વીકારવા તૈયાર ન હોવાથી તેમણે દંપતીને ધમકીઓ આપવાનું શરુ કર્યુ હતું. જેથી દંપતીએ હાઇકોર્ટના સિંગલ જજ સમક્ષ પોલીસ રક્ષણ માટે અરજી કરી હતી અને 1 મેથી તેમને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું હતું. 10મી મેના રોજ યુવતીના પરિવારજનો યુવતીને બળજબરીથી તેની સાથે લઇ ગયા હતા અને અરજદારને ધમકી આપવામાં આવી હતી કે તે તેની પત્નીને ભૂલી જાય. અરદારનો આક્ષેપ છે કે, તેણે 10મી મેના રોજ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જઇ ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસે ફરિયાદ નોંધી નહોતી. તેથી 22મી મેના રોજ તેણે રજીસ્ટર્જ પોસ્ટથી ફરિયાદ મોકલી હતી અને 27મી મેના રોજ વિગતવાર ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ દરમિયાન પોલીસે અરજદારને બોલાવી યુવતીનું નિવેદન ધરાવતો એક પત્ર આપ્યો હતો. જેમાં યુવતીએ કહ્યું હતું કે તેણે અરજદાર સાથે છૂટાછેડા લીધા છે. ત્યારબાદ માતાપિતાની સંમતિથી બીજી જગ્યાએ લગ્ન કર્યા છે અને સુખી જીવન જીવી રહી છે. આ નિર્ણય તેણે કોઈ દબાણમાં લીધો નથી. આ પત્રનો હવાલો આપી પોલીસે અરજદારને કહ્યું હતું કે યુવતીએ તેનું વલણ સ્પષ્ટ કર્યુ હોવાથી આ કેસમાં વધુ તપાસનું કોઇ કારણ રહેતું નથી.

હાઇકોર્ટે અરજદારની રજૂઆત સાંભળી પોલીસ અને પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે. આ ઉપરાંત યુવતીના પત્ર અંગેનો પોલીસ અહેવાલ અને તેણે છૂટાછેડા લીધા છે કે નહીં તે અંગેના દસ્તાવેજો રજૂ કરવા આદેશ આપ્યો છે. કેસની વધુ સુનાવણી 13મી જૂનના રોજ હાથ ધરાશે.

R_GJ_AHD_22_4_JUNE_2019_PATNI_PARAT_MEDVVA_HC_MA_ARJI_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - પત્નીના પરિવારજનોએ દબાણપૂર્વક છુટાછેડા બાદ બીજા લગ્ન કરાતા પતિએ પત્નીને પરત મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી...

નવવિવાહિત પત્નીને પરત મેળવવા પતિએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. પાટણ જીલ્લાના અરજદાર પતિને આક્ષેપ છે કે પત્નીના પરિવારજનોએ દબાણપૂર્વક છૂટાછેડા વગર તેના બીજા લગ્ન કરાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ દંપતીએ થોડા દિવસો પહેલાં પોલીસ રક્ષણ માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી અને પહેલી મેના રોજ તેમને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું હતું. અરજદારની  માગણી છે કે તેની પત્નીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે, જેથી તે તેનો નિર્ણય સ્પષ્ટ કરી શકે.

અરજદારની રજૂઆત છે કે તેની ઉંમર ૨૯ વર્ષ છે અને તેણે ૨૪ વર્ષની યુવતી સાથે ગત ૧૭મી જાન્યુઆરીના રોજ લગ્ન કર્યા હતા અને સહજીવન શરૃ કર્યુ હતું. યુવતીના પરિવારજનો આ લગ્નને સ્વીકારવા તૈયાર ન હોવાથી તેમણે દંપતીને ધમકીઓ આપવાનું શરૃ કર્યુ હતું. જેથી દંપતીએ હાઇકોર્ટના સિંગલ જજ સમક્ષ પોલીસ રક્ષણ માટે અરજી કરી હતી અને પહેલી મેથી તેમને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું હતું. ૧૦મી મેના રોજ યુવતીના પરિવારજનો યુવતીને બળજબરીથી તેની સાથે લઇ ગયા હતા અને અરજદારને ધમકી આપવામાં આવી હતી કે તે તેની પત્નીને ભૂલી જાય. અરદારનો આક્ષેપ છે કે તેણે ૧૦મી મેના રોજ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જઇ ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસે ફરિયાદ નોંધી નહોતી. તેથી ૨૨મી મેના રોજ તેણે રજીસ્ટર્જ પોસ્ટથી ફરિયાદ મોકલી હતી અને ૨૭મી મેના રોજ વિગતવાર ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ દરમિયાન પોલીસે અરજદારને બોલાવી યુવતીનું નિવેદન ધરાવતો એક પત્ર આપ્યો હતો. જેમાં યુવતીએ કહ્યું હતું કે તેણે અરજદાર સાથે છૂટાછેડા લીધા છે. ત્યારબાદ માતાપિતાની સંમતિથી બીજી જગ્યાએ લગ્ન કર્યા છે અને સુખી જીવન જીવી રહી છે. આ નિર્ણય તેણે કોઈ દબાણમાં લીધો નથી. આ પત્રનો હવાલો આપી પોલીસે અરજદારને કહ્યું હતું કે યુવતીએ તેનું વલણ સ્પષ્ટ કર્યુ હોવાથી આ કેસમાં વધુ તપાસનું કોઇ કારણ રહેતું નથી.

હાઇકોર્ટે અરજદારની રજૂઆત સાંભળી પોલીસ અને પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે. આ ઉપરાંત યુવતીના પત્ર અંગેનો પોલીસ અહેવાલ અને તેણે છૂટાછેડા લીધા છે કે નહીં તે અંગેના દસ્તાવેજો રજૂ કરવા આદેશ આપ્યો છે. કેસની વધુ સુનાવણી ૧૩મી જૂનના રોજ હાથ ધરાશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.