તો આ મામલે જસ્ટીસ એ.વાય.કોગ્જે મહત્વનું અવલોકન કર્યુ હતું કે, પીડિત અરજદારોએ લોન લીધી હોય તો તેમને કેન્દ્ર સરકારની વળતર નીતિનો લાભ ન મળી શકે એવું પોલીસીમાં કોઈ ઉલ્લેખ કરાયો નથી.
હાઈકોર્ટમાં રિટ દાખલ કરનાર 8 પીડિત અરજદારોને કેન્દ્ર સરકારની વળતર પોલીસી પ્રમાણે રકમ ચુકવવાની ના પાડી રાજ્ય સરકારે માત્ર 2,500 રૂપિયાની રકમ ચુકવી હતી. જેની સામે અરજદારે વર્ષ 2013માં હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પીડિત અરજદારોએ વર્ષ 2012માં આ મુદ્દે સાબરકાંઠા કલેક્ટરને આદેવન પત્ર પણ પાઠવ્યું હતું. જો કે તે છતા પરિણામ શુન્ય જ આવ્યું હતું.