અમદાવાદ: શ્રેય હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ કોવિડ-19 હોસ્પિટલો તરીકે પસંદ કરાયેલી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સિસ્ટમ છે કે પછી ફાયર બ્રિગેડની NOC ધરાવે છે કે કેમ તે અંગે ચકાસવા માટે ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. જેના ભાગરૂપે જ શુક્રવારે ચીફ ફાયર ઓફિસર એમ એફ દસ્તુર એ પોતાના અધિકારીઓ સાથે કોવિડ-19 હોસ્પિટલોમાં કડક તપાસના આદેશ આપી દીધા હતાં. જેમાં ફાયર સેફ્ટી સિસ્ટમ કે NOC ધરાવતી ન હોય તેવી હોસ્પિટલોમાં સાત દિવસમાં ફાયર સેફ્ટી સિસ્ટમની પ્રક્રિયા પૂર્ણ કરી NOC મેળવી લેવાની નોટિસ ફટકારી હતી. જેને લઇ વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે કે 80 હોસ્પિટલોમાંથી 35થી વધુ હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે.
શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ બાદ ફાયર વિભાગ હરકતમાં, યુદ્ધના ધોરણે હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું
અમદાવાદમાં નવરંગપુરામાં બનેલી ગોઝારી ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. આઠ લોકોના જીવ લેનારી આ ઘટના બાદ સરકાર અને ફાયર વિભાગ સફાળું જાગ્યું અને હવે કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથ ધરી છે. જેમાં છેલ્લા બે દિવસમાં જણાવ્યું કે શહેરની 50% હોસ્પિટલો ફાયર સિસ્ટમ વિના જ ચાલી રહી છે. એટલે કે આગ લાગવાની શક્યતા હોવા છતાં પણ તેના પ્રત્યે ગંભીરતા દાખવવામાં આવી રહી નથી.