અમદાવાદ: ગુજરાત ATSએ 54 ગેરકાયદેસર હથિયાર સાથે ધરપકડ કરેલા 6 આરોપીઓને ગુરુવારે રજૂ કરાતા કોર્ટે 3 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે અન્ય 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
કોર્ટે ATS દ્વારા રજૂ કરાયેલા 6 આરોપીઓ પૈકી 3 આરોપીઓને 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે અન્ય 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી માટે સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલ્યા હતા. નોંધનીય છે કે, ATS દ્વારા તમામ આરોપીઓ માટે 10 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. ATS એ 9 આરોપીઓને 54 હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા.
ગુજરાત ATSએ આરોપીઓ પાસેથી 54 હથિયાર જપ્ત કર્યા હતા. જેમાં 15 ઇમ્પોરટેડ પિસ્તોલ રિવોલ્વર સામેલ હતી. બાતમીના આધારે છટકું ગોઠવીને ઇસ્કોન બ્રિજ નીચેથી વાહીદ ખાન પઠાણ અને મુસ્તાક બ્લુચની હથિયાર સાથે ધરપકડ કરી હતી.
આ બંને આરોપીઓ પાસેથી ATSને હથિયાર મળી આવ્યા હતા. આ કેસની પ્રાથમિક તપાસ બાદ જાણકારી મુદ્દે કચ્છ પોલીસે તરુણ ગુપ્તાની હથિયાર સાથે ધરપકડ કરી હતી.
આ સાથે જ પોલીસે મોરબી, વાંકાનેર, જામનગર સહિત તમામ અલગ - અલગ જગ્યા પર રેડ પાડી ગેરકાયદેસર હથિયારો કબજે કર્યા હતા. પોલીસે હથિયારોની કિંમત 85 લાખ જેટલી હોવાનું જણાવ્યું હતું.