અમદાવાદ : ગોમતીપુરમાં રહેતા 65 વર્ષીય જગદીશભાઈ દિવાકરને તાવ આવતાં તેમને સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમનો કોરોના ટેસ્ટ કરવો પડશે તેવું જણાવીને તેમનો કોવિડ- 19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
સંકલનના અભાવે કોરોના નેગેટિવ દર્દીને પોઝિટિવ દર્દીઓ સાથે ચાર કલાક સુધી રહેવું પડ્યું આ વિશે વાત કરતા પ્રકાશ દિવાકર જણાવે છે કે, હું મારા પિતાને 3 જી જૂને સામાન્ય તાવ શરદી થવાથી હોસ્પિટલ લઇ ગયો હતો. ત્યારે હોસ્પિટલથી કોરોનાનો રિપોર્ટ કરવાનો કહ્યો, હોસ્પિટલમાં 4 દિવસ સારવાર લીધા પછી તેમનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું કહીને કોરોનાના પોઝિટિવ દર્દીઓની સાથે જગદીશભાઈને તપન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તપન હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે, પોઝિટિવ દર્દીના લિસ્ટમાં તમારું નામ ન હોવાથી તમને દાખલ કર શકાશે નહીં.આમ, કહીને તેમને હોસ્પિટલમાં પરત મોકલવામાં આવ્યા હતા. આમ શારદાબેન હોસ્પિટલમાં પહોંચતાં જ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાનું જણાવાયું હતું અને તેમને ઈ વોર્ડમાં શિફ્ટ કરાયા હતા. શારદાબેન હોસ્પિટલમાં ફરીથી દાખલ થયા બાદ ત્રણ- ચાર કલાક સુધી તેમને કોઈ જ સારવાર નહીં મળતાં તેમણે ડૉ. એમ.એમ. નિર્મલને રજૂઆત કરી હતી.આ કેસની હકીકતની જાણકારી થાય બાદ હોસ્પિટલના તબીબો અને સ્ટાફની ભૂલ પર ઢાંકપિછોડો કરવા અને ડૉ. નિર્મલે, દર્દીના સગાંઓને કહ્યું કે, પોલીસ કમિશનર કે મ્યુનિસિપિલ કમિશનરને બોલાવો કોઈ ફરક નહીં પડે, તમારે કેસ બગાડવો છે કે ટ્રીટમેન્ટ કરાવવી છે ? એવી ધમકી આપી હતી. આમ, ડૉ. નિર્મલે ‘ઊલટા ચોર કોટવાલ કો ડાંટે’ની જેમ વર્તન કર્યું હોવાનો દર્દી અને તેના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.આ અંગેનો વીડિયો વાયરલ થવાને પગલે શારદાબેન હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલમાંથી જગદીશભાઈએ રજા લઈ લીધી છે અને હાલ તેઓ ઘેર ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. આમ, શારદાબેન હોસ્પિટલના તબીબોની ભૂલને કારણે જગદીશભાઈ અને તેમના પરિવારને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે.