- અમદાવાદ શહેર ભાજપ સંગઠનની બેઠક યોજાઇ
- બેઠકમાં આગામી કોર્પોરેશનની ચૂંટણીઓને લઈને ચર્ચા
- બેઠકમા ભાજપના અમદાવાદના સાંસદો, ધારાસભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત
અમદાવાદ : ફેબ્રુઆરી મહિનામાં સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, તેને લઈને ભારતીય જનતા પાર્ટી સૌથી વધુ સક્રિય પક્ષ બની છે. ખાસ કરીને મોટા શહેરોમાં કોર્પોરેશનની બેઠકો જીતવા ભારતીય જનતા પાર્ટીના શહેરના સંગઠનોમાં મીટિંગનો દોર ચાલુ થઈ ચૂક્યો છે. અમદાવાદ શહેરમાં ભાજપ શહેર સંગઠન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અધ્યક્ષતા અમદાવાદ શહેર પ્રભારી અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષે કરી હતી.
કોર્પોરેશનના કાર્યો સોશિયલ મીડિયા થકી નાગરિકો વચ્ચે લઈ જવાશે
અમદાવાદના કોર્પોરેટરના અને કોર્પોરેશનના કાર્યો સોશિયલ મીડિયા દ્વારા નાગરિકો વચ્ચે લઇ જવાશે. ખાસ કરીને કોરોનાના સમયમાં કોર્પોરેશને જે કાર્યો નાગરિકો માટે કર્યા છે, તેને નાગરિકોની વચ્ચે લઈ જવાશે. કોર્પોરેશનની ચૂંટણીમાં રાજ્ય ચૂંટણીપંચે નવા સીમાંકન દાખલ કર્યા છે. ત્યારે બોપલ જેવા વિસ્તારોને અમદાવાદ શહેરમાં સમાવેશ કરાયો છે. આવા નવા ઉમેરાયેલા વિસ્તારના કાર્યકરો સાથે બેઠક યોજવામાં આવશે. આ ઉપરાંત ભાજપની નીતિ પ્રમાણે રાજ્ય અને કેન્દ્રના કાર્ય લોકો સુધી પહોંચાડવામાં આવશે.