- ભારતીય જનતા પાર્ટીએ નવાવર્ષ અને ભાઈબીજની શુભકામનાઓ પાઠવી
- નવુવર્ષ લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના
- કોરોનાને લઈને લોકો વધુ સતર્ક બને તેવી અપીલ
- માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ
અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભારતીય જનતા પાર્ટી વતી ગુજરાતના નાગરિકોને શુભેચ્છાઓ આપતા કહ્યું હતું કે, નવું વર્ષ લોકોના જીવનમાં સમૃદ્ધિ લાવે, ખાસ કરીને લોકોનું સ્વાસ્થ્ય જળવાય. આ માટે કોરોના વાઈરસને લઈને લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગ્રહ પર સૈનિકોના માટે એક દીવો પ્રજ્વલિત કરે.
નવા વર્ષે કોરોનાનો રાફડો ફાટ્યો
જો કે આ નવું વર્ષ ગુજરાતીઓ માટે સારું રહ્યું નથી. દિવાળીમાં સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાતા અને પ્રજાની અણસમજણના કારણે ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. ઘણા લોકોના ઘરે દિવાળી અંધકારમય બની છે.