ETV Bharat / state

અગ્નિપથ સ્કીમથી યુવાઓને મળશે સૈન્યમાં સેવા આપવાની તક - કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકાર દ્વારા સેનામાં ચાર વર્ષ સેવા આપવા માટે અગ્નિપથ સ્કીમ (Agnipath defence schem) લોન્ચ કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 1.5 વર્ષમાં 10 લાખ સરકારી ભરતી ઉભી કરવાનો નિર્ણય પણ લેવાયો છે.

અગ્નિપથ સ્કીમથી યુવાઓને મળશે સૈન્યમાં સેવા આપવાની તક

author img

By

Published : Jun 15, 2022, 3:22 PM IST

ન્યુઝ ડેસ્ક: કેન્દ્ર સરકારે (Central Government) મંગળવારે ભારતીય સૈન્યની ત્રણેય પાંખમાં સૈનિકોની ભરતી પ્રક્રિયામાં ધરમૂળથી પરિવર્તન કરતાં 'અગ્નિપથ' યોજના (Agnipath defence schem) રજૂ કરી છે. આ સ્કીમ હેઠળ ટૂંકાગાળાના કોન્ટ્રાક્ટના આધારે આર્મી, નેવી અને એરફોર્સમાં 'અગ્નિવીર' જવાનોની ભરતી કરાશે. આ યોજનાનો આશય સૈન્ય પર વધતું પગાર અને પેન્શનનું ભારણ ઘટાડવાનો તેમજ આકર્ષક પે-સ્કેલથી યુવાનોને સૈન્ય તરફ આકર્ષવાનો છે. આ યોજના હેઠળ ચાર વર્ષના સમય માટે અગ્નિવીરોની સૈન્યમાં ભરતી કરાશે.

અગ્નિપથ સ્કીમથી યુવાઓને મળશે સૈન્યમાં સેવા આપવાની તક

આ પણ વાંચો: શું તમે જાણો છો ઉત્તરાખંડને સૈનિકોનું રાજ્ય કેમ કહેવામાં આવે છે

યુવાઓમાં સ્કીલનો થશે વિકાસ: કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના મુદ્દે બોલતા પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, અગ્નિપથ સ્કીમ (Agnipath defence schem અંતર્ગત લાખો યુવાનોને અગ્નીવીર બનવાનો મોકો મળશે. 17.6 વર્ષથી 21 વર્ષના યુવાનો આ યોજના અંતર્ગત એરફોર્સ, નૌસેના અને આર્મીમાં જોડાઈ શકશે. આ યોજનાથી યુવાઓમાં રાષ્ટ્રવાદ જાગશે અને તેમનામાં સ્કિલ ડેવલપ થશે. આ યોજનામાં જોડાઈને સેવા આપ્યા બાદ ધોરણ-10 ના વિદ્યાર્થીઓને 12 પાસ સમકક્ષ અને ધોરણ-12 ના વિધાર્થીને ડિપ્લોમા સર્ટિફિકેટ મળશે. સેનામાં ટ્રેનિંગ લેવાથી સરકારી અને પ્રાઇવેટ કંપનીઓમાં નોકરીઓમાં યુવાનોને લાભ મળશે. નવી રોજગારીની તકો સર્જાશે. ભરતી દરમિયાન રાષ્ટ્રની સુરક્ષાનું પુરુ ધ્યાન રખાશે.

આ પણ વાંચો: Defence Expo 2022:વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સહિત રાજ્યની બે મોટી ઇવેન્ટ રદ

યુવા મોર્ચાના કાર્યો: પ્રશાંત કોરાટે યુવા મોરચાના કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, જૂન મહિનામાં કેન્દ્ર સરકારને (Central Government) આઠ વર્ષ પુરા થયા હતા. તેના ઉપલક્ષમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અર્થે 05 થી 11 જૂન સાત દિવસમાં દરરોજ બે કલાક યુવા મોરચાએ પ્લે-કાર્ડ દર્શાવીને સરકારી યોજનાઓની માહિતી આપી હતી. 14 જૂને 450 જગ્યા પર વિકાસ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આગામી 23 થી 30 જૂન દરમિયાન ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની (Dr. Shyama Prasad Mukherjee) જન્મ જયંતીએ 579 મંડળોમાં રક્તદાનનું આયોજન કરાયું છે. જેમાં 51 હજાર યુનિટ રકત એકત્રિત કરવાનું લક્ષ્ય રખાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.