અમદાવાદ : આરોપીઓએ અમિત શાહના ટ્વીટર એકાઉન્ટની બોગસ ઈમેજ બનાવીને અમિત શાહના નામનો ફેક મેસેજ સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. જેમાં હિન્દીમાં લખ્યું હતું કે "મેરે દેશ કી જનતા, મેરે દ્વારા ઉઠાયા ગયા હર એક કદમ દેશ હિત મે રહા હૈ. મેરા કિસી જાતી યા ધર્મ વિશેષ સે કોઈ દુશ્મની નહીં હૈ. કુછ દીનો સે બીગડે સ્વાસ્થ્ય કે ચલતે દેશ કી જનતા કી સેવા નહીં કર પા રહા હું. યહ બતાતે દુઃખ હો રહા હૈ, મુજે ગલે કે પીછલે હિસ્સે મે બોન કેન્સર હુઆ હૈ. મે આશા કરતા હું, રમઝાન કે ઈસ મુબારક મહિને મે મુસ્લિમ સમાજ કે લોગ ભી મેરે સ્વાસ્થ્ય કે લીયે દુવા કરેંગે ઔર જલ્દી હી સ્વસ્થ હો કર આપકી સેવા કરૂંગા."
અમદાવાદમાં અમિત શાહના નામે ફેફ ટ્વીટ કરનાર આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને બોન કેન્સર થયું હોવાનું બોગસ ટ્વિટ ઈમેજ તૈયાર કરી ફેક મેસેજ વાઇરલ કરનાર ચાર શખ્સને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. જેમાં ભાવનગર અને અમદાવાદના વ્યક્તિઓ હોવાનું જાણવા મળ્યું છે. આ ટ્વીટ ઈમેજને પગલે દેશભરના અમિત શાહના સમર્થકો આઘાતમાં સરી પડ્યા હતા. વિરોધીઓ દ્વારા આ બોગસ મેસેજને પગલે એલફેલ કોમેન્ટ કરી હતી. આ મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ હરકતમાં આવી હતી. જેને પગલે એક્શન પ્લાન બનાવી 4 ઇસમોને દબોચી લીધા હતા.