અમદાવાદ શહેરમાં સૌથી વધુ ક્રાઈમ રેટ ધરાવતાં વિસ્તાર પૈકીના હાટકેશ્વરમાં વધુ એકવાર અસામાજિક તત્વોનો હંગામો મચાવ્યાની ચકચાર છે. મેગાસિટી અમદાવાદમાં વાહનોની ચોરી થવાની ઘટનાથી અનેક વખત બનતી હોય છે. પરંતુ એકસાથે ત્રણ બાઇકને આગ લગાવાની ઘટના પહેલી વખત સામે આવી છે. હાટકેશ્વર સર્કલ સ્મશાનગૃહ નજીક આવેલી મહેશ્વરી સોસાયટી પાસે મોડી રાત્રે અજાણ્યા અસામાજિક તત્વોએ આવો આતંક મચાવ્યો હતો.
અજાણ્યા અસામાજિક તત્વો રોડ પર પાર્ક કરેલી ત્રણ જેટલી બાઈકને આગ ચાંપીને સળગાવી ફરાર થઈ ગયાં હતાં.ઉલ્લેખનીય છે કે, શહેરના હાટકેશ્વર વિસ્તારમાં નવરાત્રિ દરમિયાન પણ આ તત્વોએ અનેક વાહનોમાં હથિયારો સાથે આતંક મચાવી તોડફોડ કરી હોવાની ઘટના અગાઉ બની ચૂકી છે.