અમદાવાદ: ગુરુ શબ્દને શર્મશાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ચાંદખેડામાં ટ્યુશન કલાસીસના એક શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરતા આ મામલે ગુનો નોંધાયો છે. ચાંદખેડામાં સોના ગ્રુપ ટ્યુશન ચલાવતા શિક્ષક પ્રકાશ સોલંકીએ ધોરણ 12માં અભ્યાસ કરતી કિશોરીને રેકી અને હીલીંગ કરવાના બહાને તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા.
કિશોરી સાથે અશ્લીલ હરકત: કિશોરી ધોરણ 12 આર્ટ્સના અભ્યાસ માટે ટ્યુશન કલાસીસમાં જોડાઈ હતી. ટ્યુશનના પ્રથમ દિવસે જ કિશોરી સાથે આરોપીએ અશ્લીલ હરકત કરી હતી. જેથી ગભરાઈ ગયેલી કિશોરીએ પોતાના પરિવારને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ચાંદખેડા પોલીસે કિશોરીની ફરિયાદ લઈને આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.
આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ વી.ડી ઝાલાએ જણાવ્યું હતું કે કિશોરી સાથે છેડતી કરનાર શિક્ષક પ્રકાશ સોલંકીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. આરોપીના ટ્યુશન કલાસીસના CCTV ફૂટેજ મેળવી તેમજ અન્ય નિવેદન લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આર્ટસના ટ્યુશન માટે એડમીશન: પકડાયેલ લંપટ શિક્ષક પ્રકાશ સોલંકી છેલ્લા ઘણા વર્ષોથી ટ્યુશન કલાસીસ ચલાવે છે. કિશોરી સોના ગ્રુપ ટ્યુશન કલાસીસમાં ધોરણ - 12 આર્ટસના ટ્યુશન માટે એડમીશન લીધું હતું તેમજ ત્રણ વિષયમાં પર્સનલ ટ્યુશન પણ શરૂ કર્યા હતા. આ ટ્યુશન કલાસમાં ગ્રુપ ટ્યુશનનો સમય સાંજના છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો તેમજ પર્સનલ ટ્યુશનનો સમય સવારના અગિયાર વાગ્યાથી બાર વાગ્યા સુધીનો હતો.
મંત્ર બોલવાના બહાને શારીરિક અડપલાં: કિશોરી ટ્યુશન ક્લાસિસમાં ગઈ ત્યારે આરોપીએ રેકી અને હીલીંગ દ્વારા શરીરના સાત ચર્કો જાગ્રુત થાય છે તેવું કહીને “તુમ મુજે અપના ફ્રેન્ડ સમજો પર્સનલ સે પર્સનલ બાત શેર કર શકતી હો" તેમ કહીને રેકીના નામે માથા પર હાથ મૂકીને મંત્ર બોલવાના બહાને શારીરિક અડપલાં કર્યા હતા. આરોપીની હરકતથી ડરીને કિશોરી ટ્યુશનમાંથી ઘરે આવી ગઈ હતી. આ લંપટ શિક્ષકે અનેક વિદ્યાર્થીઓ સાથે આ કૃત્ય કર્યું હોવાની આશંકાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
Surat News: શિક્ષકે 12 વર્ષની શિષ્યા પર દાનત બગાડી, એકલતાનો લાભ લઈને કર્યા અડપલા