CBI વતી હાઇકોર્ટમાં જસ્ટિસ ઉમેશ ત્રિવેદી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, અગાઉ પણ ઘણીવાર આરોપી સુમિત ભટ્ટનાગરને વચ્ચગાળા જામીન આપવામાં આવ્યા છે . જો વારંવાર તેને બહાર જવા દેવામાં આવશે તો તેની કેસ પર વિપરીત અસર પડી શકે છે.
આરોપી સુમિત ભટ્ટનાગરની પુત્રી ડિસ્લેક્ક્ષીયાથી પીડાતી હોવાથી ધોરણ 10ના વિષય પંસદગી માટે અને તેની સારવાર માટે ચાર સપ્તાહના જામીન આપવામાંની માંગ અરજદારના વકીલ અમિત નાયર વતિ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.
હાઈકોર્ટે CBIને આ મુદે પોતાનો વલણ સપષ્ટ કરવા જણાવ્યું હતું. અગાઉ જસ્ટિસ સોનિયા ગોકણીએ સુમિત ભટ્ટનાગરના 12મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી સુધીના વચગાળા જામીન મંજુર કર્યા હતા. સુમિત ભટ્ટનાગરની પુત્રી ડિસ્લેકક્ષીયાથી પીડાતી હોવાથી તેની સારવાર માટે સુમિત ભટનાગર દ્વારા વચગાળા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. સુમિત ભટ્ટનાગરની પુત્રી ધોરણ 10માં અભ્યાસ કરતી હોવાથી જામીન દરમિયાન ઘરેથી શાળા અને હોસ્પિટલ સુધી જવાની છૂટ હાઇકોર્ટે સુમિત ભટ્ટનાગરને આપી છે. 27મી જાન્યુઆરીના રોજ જેલ સત્તાધીશોને ફરીવાર રિપોર્ટ કરવાનો હુકમ કોર્ટે સુમિત ભટ્ટનાગરને કર્યો હતો.