અમદાવાદ: ભારત પહેલા ટેકનોલોજીની દ્રષ્ટિએ અન્ય દેશોની સરખામણી ખૂબ જ પાછળ જોવા મળતું હતું. પરંતુ હવે આત્મનિર્ભર ભારત પોતાની જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દુનિયા સમક્ષ પોતાના પગ પર ઉભું છે. જેનું ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં જ ભારત દ્વારા છોડવામાં આવેલ ચંદ્રયાન 3 જેમાં 11 જેટલા પાર્ટ્સ અમદાવાદ ઇસરો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. મહાત્મા ગાંધી ગાંધીનગર ખાતે યોજાયેલ સેમિકન્ડક્ટર એક્ઝિબિશનમાં ઇસરો દ્વારા તૈયાર કરેલા સેમિકન્ડક્ટર ચિપ્સ એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યા છે.
" મહાત્મા મંદિર ખાતે સેમિકન્ડક્ટર એક્ઝિબિશનમાં દ્વારા જે સબ સિસ્ટમ લગાવવામાં આવી છે. તે સ્પેસ સબ સિસ્ટમ છે. અહીંયા મૂકવામાં આવેલ અલગ અલગ ચીપ્સ એ અમદાવાદ ઇસરો દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ સિસ્ટમ સ્પેસમાં હાઈ પાવર અને લો પાવર તેમજ અલગ અલગ ફ્રિકવન્સી ઉપર કામ કરે છે." - નિલેશ મકવાણા, સાઇન્ટીસ્ટ એન્ડ એન્જિનિયર, ઈસરો
ઇસરો દ્વારા તૈયાર કરાયા છે મોડ્યુલ: વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઇસરો દ્વારા તૈયાર કરવામાં આવેલ ડ્રોપ મોડ્યુલ જે હાલમાં સ્પેસમાં છોડવામાં આવેલ ચંદ્રયાન 3માં ફિટ કરવામાં આવ્યું છે. તેવું જ અલ્ટીમેટર અહીં મોડ્યુલ રૂપે મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્પેસમાં સામાનનું વજન ઓછું કરવા માટે પણ જે સિસ્ટમ વપરાય છે તે ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત નાસા તેમજ ઈસરો દ્વારા જોઈન્ટ એડવેન્ચર તરીકે જેનો ઉપયોગ કરવામાં આવે છે. તે મોડ્યુલ પણ અહીં મૂકવામાં આવ્યું છે. આમ ઇસરો દ્વારા તૈયાર કરવામાં આવેલ તમામ મોડ્યુલ આ એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યા છે. આ તમામ સિસ્ટમનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવ્યું હતું.
ભારતમાં બે ફાઉન્ડ્રી: ડિઝાઇન બાય ઈસરો સાયન્ટિસ્ટ એન્ડ ડેવલપ બાય SCI દ્વારા તૈયાર કરવામાં આવે છે. જે ભારતની ફાઉન્ડ્રી બનાવે છે. આ ઉપરાંત એક અન્ય હૈદરાબાદ ખાતે પણ ફાઉન્ડ્રી આવેલી છે. આ બે ફાઉન્ડ્રીમાં ડિઝાઇન બનાવવામાં આવે છે. ભારતમાં બે જ ફાઉન્ડ્રી હોવાથી અમુક વસ્તુઓ વિદેશથી મંગાવી પડે છે. પરંતુ જો એ ફાઉન્ડ્રી ભારતમાં આવે તો સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝને ખૂબ જ ફાયદો થશે. એ ભારતના એન્જિનિયર દ્વારા તૈયાર કરવામાં આવેલી ચીપ્સ ખૂબ જ સસ્તા દરે પણ પ્રાપ્ત થઇ શકે છે.