ETV Bharat / state

અમદાવાદ: રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા થશે નિવૃત, નવા DGP તરીકે આશિષ ભાટિયાનું નામ મોખરે - નવા ડીજીપી તરીકે આશિષ ભાટિયાનું નામ મોખરે

ગુજરાત રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાનો ત્રણ મહિના અગાઉ પૂર્ણ થતાં તેઓ વયનિવૃત્ત થયા હતા. પરંતુ સરકારે કોરોનાની મહામારીમાં લોકડાઉનને કારણે એક્સટેન્શન આપ્યું હતું. ત્યારે હવે આજે એક્ટેશન પૂર્ણ થયું છે અને આજે ગૃહ વિભાગ દ્વારા નવા પોલીસવડાની જાહેરાત કરવામાં આવશે. જેમાં પોલીસવડા તરીકે આશિષ ભાટિયાનું નામ સૌથી વધુ મોખરે છે.

ETV bharat
અમદાવાદ: રાજ્યના પોલસ વડા શિવાનંદ ઝા થશે નિવૃત, નવા DGP તરીકે આશિષ ભાટિયાનું નામ મોખરે.
author img

By

Published : Jul 31, 2020, 12:42 PM IST

અમદાવાદ: રાજ્યના ચીફ સેક્રટરી અનિલ મુકીમ અને ગૃહ વિભાગના સચિવ સંગીતા સિંઘ દિલ્હી ખાતે UPSC કમિટીની મિટિંગમાં હાજર રહેશે અને તેમની સમક્ષ રાજ્યના નવા DGP માટેના નામ રજૂ કરશે. જેમાં રાકેશ આસ્થાના, એ.કે સિંઘ અને આશિષ ભાટિયાનું નામ ચર્ચામાં છે.

જોકે આશિષ ભાટિયા પોલીસવડા બને તો અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કેશવકુમાર અથવા સંજય શ્રીવાસ્તવને મુકવામાં આવી શકે છે. રાજ્યના નવા પોલીસવડાની વરણી માટે રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ અને ગૃહ વિભાગના સચિવ UPSC દિલ્હી ખાતે આજે મિટિંગમાં હાજર રહેશે. દિલ્હીથી રાજ્યના પોલીસવડા અંગે જાહેરાત થશે અને તે નામ રાજ્ય સરકાર વિભાગ જાહેર કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.