સમગ્ર દેશમાં ગુજરાતનું માર્કેટ વધારે મહત્વ ધરાવે છે. દેશના મહત્વના શહેરોની સરખામણીએ ગુજરાતના લોકો બ્રાન્ડેડ પ્રોડક્ટ તરફ વધારે આકર્ષણ ધરાવતા હોય છે. જેને પગલે કોઇ પણ બ્રાન્ડને અમદાવાદમાં વેપાર કરવામાં પણ સરળતા રહેતી હોય છે. હાલમાં પણ જો સ્પોર્ટ્સ વેરની વાત કરવામાં આવે તો પૂમા, ઍડીડાસ, અને જૉકી જેવી બ્રાન્ડ જે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ ધરાવે છે. તેઓ પણ ભારતીય બજારોમાં હાલની તકે સારા પ્રમાણમાં વ્યવસાય કરી રહ્યાં છે. એટલુ ઓછુ હોય તમ રોજે રોજ કેટલીય બ્રાન્ડ્સ ભારતીય માર્કેટમાં આવતી જોવા મળતી હોય છે. ત્યારે વધુ એક બ્રાન્ડ ટુવેરા જેઓ સ્પોર્ટ્સ વેરમાં 56 દેશોમાં પોતાની પ્રોડક્ટ વેચાણ કરી રહી છે. જે હવે ભારતીય બઝારોમાં પોતાના વ્યવસાય જમાવવા જઇ રહી છે. તયારે આ વ્યવસાયના શરૂઆત જ ગુજરાતનું વેપારી મથક અને ઇકોનોમીકલ કેપિટલ એવા અમદાવાદથી પોતાની શરૂઆત કરવા જઇ રહી છે.
ટુવેરા બ્રાન્ડના સ્થાપક રોહન શાહ આ અંગે જણાવ્યું હતું કે, "અમને અમદાવાદથી અમારા લોન્ચની જાહેરાત કરવાનું ગૌરવ છે. આ બ્રાન્ડની તમામ પ્રૉડક્ટ યુઝરની સક્રિય લાઇફ સ્ટાઇલમાં આરામ એકતા અને સુગમતાનો ઉમેરો કરે છે. આ સાથે જ તે પર્ફોમન્સ ફેબ્રિક અને રો-મટીરીયલ્સથી નિર્મિત છે. ટ્રુરેવો તેના ઇનોવેટિવ પેન્ટ સ્માર્ટફોન પોકેટ શોર્ટ્સ માટે જાણીતી છે. જેથી તેની આ ખાસીયતના પગલે અનેક એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે. SSPSPમાં ફંક્શનાલીટી સમન્વય છે. જેમાં સમકાલીન ડિઝાઇન સુંદર લુક આપે છે. ફોન પોકેટ ડિઝાઇનમાં અનોખું ફોન પોકેટ છે. જેમાં તમારા ફોનને ડોલ લગાવતી વખતે ઉછળવાથી અને પડી જતા બચાવે છે. આ અનોખી જોડીમાં તમારા ઈયરફોન વાયરને મૂકવાની જગ્યા છે. તો સાથે જ જોગીંગ કરતી વખતે અથવા તો દોડતી વખતે મ્યઝિકની મજા પણ લઈ શકો છો"