- કોરોનામાં APMC ખાતે શાકભાજી અને ફ્રુટના વેપારીઓ માટે અપાઈ સુવિધા
- પીવાના પાણીથી લઇ સાફ-સફાઈ અંગે કરવામાં આવી વ્યવસ્થા
- શાકભાજી અને ફ્રુટના વેપારીઓને નિશુલ્ક જગ્યા ફાળવવામાં આવી
અમદાવાદ: ધંધુકામાં મીની લોકડાઉન અંતર્ગત વેપારી મહામંડળના હોદ્દેદારો, યાર્ડના ચેરમેન, ધંધુકા પોલીસ અધિકારીઓ તેમજ અગ્રણી વેપારીઓની APMC ખાતે બેઠક યોજી શાકભાજી અને ફ્રુટના વેપારીઓ તેમજ લારી ગલ્લા સાહિત નાના વેપારીઓ માટે જગ્યા ફાળવવા બાબતે નક્કી કરવામાં આવ્યું હતું. આ બાદ, APMC ખાતે સોશિયલ ડિસ્ટન્સ સાથે કોઈપણ જાતના ભાડા વિના જગ્યા ફાળવવામાં આવેલી હતી. APMC ચેરમેન સહદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વેપારી મહામંડળના પ્રમુખ રાજુ પટેલ, શરદ ભાવસાર, અમન ગાંધી, સી. બી. ચૌહાણ, પી એન ગોહિલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: ગેબી ફળી ખાનકાહ ધંધુકા ખાતે સાર્વજનિક કોવિડ સેન્ટરનો પ્રારંભ
ભાડા વગર યાર્ડમાં લારીઓ રાખવા આપવામાં આવી છૂટ
સામાજિક કાર્યકર રાજુ સતવારાએ જણાવ્યું હતું કે, સંપૂર્ણ લોકડાઉન અંતર્ગત શાકભાજી અને ફ્રુટની લારીઓ રોડ પર રાખવામાં આવતી હતી. આથી, APMC ખાતે યોજેલ બેઠક બાદ કોઈ પણ જાતના ભાડા વિના યાર્ડમાં જગ્યા ફાળવવામાં આવેલી છે. કોરોનાની કપરી પરિસ્થિતિને કારણે નાના ધંધાર્થીઓ તેમજ તમામ વેપારીઓને APMC દ્વારા જે સહકાર મળ્યો છે, તેનાથી કોરોના સંક્રમણને વધતું અટકાવી શકાયું છે. શાકભાજીના વેપારી ગૌરવ રાઠોડએ જણાવ્યું હતું કે, APMC દ્વારા અમને પીવાનું પાણી, સાફ સફાઈ તેમજ કોઈપણ જાતનું અમારી પાસે જગ્યાનું ભાડું લેવામાં આવતું નથી.
આ પણ વાંચો: ધંધુકા તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી રૂપિયા 21 લાખનો ચેક સામુહિક આરોગ્ય કેન્દ્ર ધંધુકાને સુપરત કરાયો
વેપારીઓએ APMCના હોદ્દેદારોનો આભાર માન્યો
આ બાબતે ફ્રૂટના વેપારી મનુ ડાભીએ કહ્યું હતું કે, APMC દ્વારા અમને સારી સગવડતા આપવામાં આવી છે. તો સાથે ધંધુકા PSI પી એન ગોહિલ, PI સી બી ચૌહાણનો તેમજ APMC ચેરમેન સહદેવ સિંહ ગોહિલ તથા તમામ ડિરેક્ટરોનો સગવડતા આપવા બદલ આભાર વ્યક્ત કરું છું.