- માર્ગો પર વેપાર કરતાં લોકોને પોલીસે આપ્યા માસ્ક
- પોલીસ જવાનોએ લોકોને માસ્ક પહેરાવ્યા
- માસ્ક આપવા પોલીસ જવાનો પગપાળા ફર્યા
અમદાવાદઃ શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાનોએ બાઇક પર પેટ્રોલિંગ કરતા દિવાળીના તહેવારમાં લારીઓ, મંડપ અને પાથરણા પાથરી વેપાર કરતાં લોકોને માસ્ક આપ્યા હતા. પોલીસના જવાનોએ પગપાળા ફરી માસ્ક વહેંચી સૌને કોરોનાની મહામારીની ગંભીરતા સમજી સાવચેતી રાખવા કહ્યુ હતુ.
સોલા પોલીસે માર્ગો પર વેપાર કરતાં લોકોને પહેરાવ્યા માસ્ક સોલા પોલીસ સ્ટેશનના જવાનોએ કર્યુ માસ્ક વિતરણઉત્સવો, તહેવારો અને સામાન્ય દિવસોમાં કોઇપણ વિસ્તારના માર્ગો પરના બજારમાં દબાણની ગાડીઓ, પોલીસની ગાડીઓ કે બાઇક સવાર પોલીસ આવે એટલે લારીઓ અને પાથરણા વાળા વેપારીઓ ડરીને હચમચી જાય છે, ત્યારે કોરોનાની મહામારીને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવુ અને માસ્ક પહેરવાનું ફરજિયાત છે. તેમજ નિયમોના પાલનનું ઉલ્લંઘન કરનારા પર દંડનીય કાર્યવાહી થતી હોવાથી માર્ગો પર વેપાર ગુજરાન ચલાવતા લોકો પોલીસને જોતા જ ડરી જાય છે. પરંતુ મહામારી, મોંઘવારી અને મંદી સામે ઝઝુમતા નાના વેપારી ઓને માર્ગો પર થોડી છુટ મળી જાય અને પોલીસના જવાનો માનવતા દાખવે ત્યારે લાગણી સભર દ્રશ્યો સર્જાય છે.
સોલા પોલીસે માર્ગો પર વેપાર કરતાં લોકોને પહેરાવ્યા માસ્ક સોલા પોલીસ સ્ટેશનના PIની માનવતા ભરી સુચનાશહેરના એસ.જી.હાઇવેને પાસેના માર્ગો પર ભરચક બજારો આવેલી છે. હજુ પણ કોરોના સંક્રમણનો ભય હોવાથી સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જાડેજા સાહેબે માનવતા દાખવી બાઇક પર પેટ્રોલિંગ કરતા જવાનોને સૂચના આપી કે, માર્ગો પર વેપાર કરી ગુજરાન ચલાવતા તમામ માસ્ક વગરના લોકોને મફતમાં માસ્ક આપવામાં આવે છે. દિવાળીના તહેવારમાં માર્ગો પર ફટાકડા, રંગોળી, દિવડા, તોરણ વેચતા લોકોને બાઇકર્સ પોલીસ જવાનોએ પગપાળા ફરી માસ્ક આપ્યા હતા. તહેવારમાં રોકેલા રૂપિયા પાછા મેળવવાની ચિંતા, કોરોના સંક્રમણની ગંભીરતાથી અજાણ અને સાવચેતીના અભાવે હજારો લોકો માર્ગો પર માસ્ક વગર ફરતાં હોય છે. કોરોના કાળમાં પોલીસના ઉત્કૃષ્ટ કાર્યોઅત્રે ઉલ્લેખનીય છે કે, સોલા પોલીસના જવાનોએ સહેજ પણ સખ્તાઈ બતાવ્યા વગર સૌને માસ્ક આપ્યા છે. પરંતુ લાગણી સભર દ્રશ્યો ત્યારે સર્જાયા જ્યારે લારીઓ વાળાને જાતે માસ્ક પહેરાવ્યા હતા. કોરોના દરમિયાન લોકડાઉનની શરૂઆતથી જ પોલીસના જવાનોએ સામાન્ય લોકોને ઘરે પહોંચાડવા, ભૂખ્યા ને ભોજન જેવી અનેક મદદ કરી છે. તો હાલ તહેવારોમાં લોકો કમાણી કરે અને સૌનું સ્વાસ્થ્ય જળવાય એવા ઉમદા અભિગમ પણ દાખવ્યા હતા.