મળતી માહિતી અનુસાર શ્રીલંકામાં થયેલ બ્લાસ્ટ અંગે ગુજરાત ATSએ દોઢ વર્ષ પહેલાં શ્રીલંકાને જાણ કરી હતી. ગુજરાત ATSએ ISIS સંગઠન સાથે જોડાયેલા 2 આતંકીની ભરૂચ ખાતેથી ધરપકડ કરી હતી. પકડાયેલ આતંકીઓની પૂછપરછમાં તેઓ આદિલ નામના આતંકીના સંપર્કમાં હોવાનું અને આદિલ શ્રીલંકા કઇ પણ આતંકી પ્રવૃત્તિ કરશે તેવું જાણવા મળ્યું હતું જેની ATSએ શ્રીલંકાને જાણ કરી હતી.
દોઢ વર્ષ પહેલાં ગુજરાત ATSને પકડેલા આતંકી આદિલના વૉટસએપ ચેટ મળ્યા હતા. જેના આધારે શ્રીલંકા સરકારને આ અંગે જાણ કરી હતી. પરંતુ આ મામાલના દોઢ વર્ષ પછી આ પ્રકારનો ગંભીર બ્લાસ્ટ થયો છે અને જેમાં અનેક નાગરિકોના મોત થયા છે.