Ahmedabad News : AMC ના વધુ એક બ્રિજમાં ચોંકાવનાર ખુલાસો સામે આવ્યો, ફોર લાઇન જગ્યાએ ફાઇવ લાઇન બ્રિજ તૈયાર કરાયો - ahmedabad incometax brigud etc bharat
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. કોર્પોરેશન દ્વારા કોન્ટ્રકટરને ફાયદો કરવા માટે ઇન્કમટેક્ષ ફ્લાય ઓવર બ્રિજ ફોરલાઇન જગ્યાએ ફાઇવ લાઇન બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સામાન્ય રીતે 16.50 મીટર પહોળાઈ હોય છે. આ બ્રિજ પહોળાઈ 20.50 મીટર જોવા મળી રહી છે.
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હજુ હાટકેશ્વર બ્રિજના મુદ્દે બહાર આવી શક્યું નથી તે બ્રિજનું આગામી શુ કામ કરવામા આવશે તે પણ નક્કી કરવામાં આવ્યું નથી.ત્યારે વધુ એક બ્રિજનું કૌભાંડ RTI દ્વારા સામે આવ્યું છે. જેમાં એક વર્ષમાં તૈયાર થયેલ બે બ્રિજ પહોળાઈ અલગ અલગ જોવા મળી રહી છે. અંજલી ફ્લાય ઓવરબ્રિજ અને ઇન્કમટેક્સ ફ્લાય ઓવર પહોળાઈ RTI દ્વારા અલગ અલગ માહિતી સામે આવી છે.
વધુ એક કૌભાંડ: AMC વિપક્ષ નેતા શહેઝાદ ખાને જણાવ્યું હતું કે હાટકેશ્વર બ્રિજ પછી હજુ અમદાવાદ શહેરના ઓવર બ્રિજનું કૌભાંડ સામે આવી રહ્યું છે. આજ વધુ એક બ્રિજ કૌભાંડ સામેં આવ્યું છે. આશ્રમ રોડ પર આવેલ ઇન્કમટેક્ષ ફ્લાય ઓવર બ્રિજ 4 લેન કે 6 લેન નહીં પણ પરંતુ 5 લેન ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે જે અમદાવાદનો પ્રથમ બ્રિજ હશે. CRRI રિપોર્ટદ્વારા નક્કી કરવામાં આવે છે કે બ્રિજ કેવી રીતે તૈયાર થશે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારી અલગ જ પ્રકારના બ્રિજ તૈયાર કરી રહ્યા છે. આશ્રમ રોડના બ્રિજ બ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે. તે બંને બ્રિજ અલગ અલગ પહોળાઈ જોવા મળી રહી છે.
CRRI એ 3.5 મીટરનો 4 લેન બ્રિજ નક્કી કર્યો હતો: RTI માં સ્પષ્ટ સામે આવ્યું છે કે CRRI દ્વારા 3.5 લેનનો 4 લેન બ્રિજ બનાવવાનું નક્કી કર્યું હતું પણ અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન અધિકારીઓ દ્વારા 2.5 મીટરનો 5 લેન બ્રિજ તૈયાર કર્યો છે. જેમાં અમદાવાદ શહેરના તમામ બ્રિજ 4 લેન 16.5 મિટર પહોળાઈ ધરાવે છે. જ્યારે ઇન્કમટેક્ષ ફ્લાય ઓવર બ્રિજ 20.50 મીટર પહોળાઈ ધરાવતો બ્રિજ છે જેમાં RTIમાં AMC ના અધિકારી કહ્યું હતું કે ઇન્કમટેક્ષ ફ્લાય ઓવર બ્રિજ 5 લેનનો છે. કોન્ટ્રકટરને ફાયદો કરવામાં માટે બ્રિજને 2.5 લેનનો બ્રિજ બનવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કઈ રજુઆત હતી RTI માં: RTI દ્વારા રજુઆત કરી હતી કે દિનેશ ચેમ્બર અને હાટકેશ્વર ફ્લાય ઓવર બ્રિજ બન્ને 4 લેન હતા. જેની પહોળાઈ 16.50 મીટર છે. જયારે ઇન્કમટેક્ષ ફ્લાય ઓવર બ્રિજ 4 લેન છે.પરંતુ પહોળાઈ 20.50 મીટર શા માટે રાખવામાં આવી છે. RTIની માહિતી આપતા જણાવ્યું હતું કે આશ્રમ રોડને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા CBD ઝોન જાહેર કરેલ હોઈ ભવિષ્યમાં થનાર વર્તિકલ ડેવલોપમેન્ટને ધ્યાનમાં રાખી તેમજ વધતા જતા ટ્રાફિકને ધ્યાને રાખી ઇન્કમ ટેક્ષ ફ્લાય ઓવેરબ્રિજની પહોળાઈ 20.50 મીટર રાખવામાં આવી છે.
આ પણ વાંચો Manish Doshi: વિવિધ વિભાગોમાં ખાલી જગ્યા પર ભરતી ન થતાં મનીષ દોશીએ સરકાર પર કર્યા પ્રહાર
5 લેન બ્રિજ તૈયાર થતા જગ્યા સાંકડી બની: ઉલ્લેખનીય છે કે ઇન્કમટેક્સ ફ્લાય ઓવર બ્રિજ થાઈલેન્ડનો બ્રીજ તૈયાર થતા છે બ્રિજ નીચે સાંકડી જગ્યા જોવા મળી રહી છે. જેના કારણે પણ મોટાપાય ટ્રાફિક જોવા મળી રહ્યો છે. જેમાં એક બાજુ ગુજરાતી વિદ્યાપીઠ ત્યારે બીજી બાજુ હયાત હોટલ અને ઇન્કમટેક્સ બસ સ્ટેન્ડ પણ આજ સર્વિસ રોડ પર હોવાથી ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. જય આશ્રમરોડ ઉપર બ્રિજ અને ઇન્કમટેક્સ ફ્લાવર બ્રિજ બને એક જ વર્ષે તૈયાર કરવામાં આવ્યા હતા પરંતુ બંનેની પહોળાઈમાં તફાવત જોવા મળી રહ્યો છે. આ બ્રિજ 2019 માં અંદાજિત 58 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો Corona Case In Ahmedabad : અમદાવાદમાં કોરોનાના 66 કેસ નોંધયા છતા AMC પાસે વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ નથી