નવી દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ બે નવી ડિપોઝિટ સ્કીમ્સ - હર ઘર લખપતિ અને SBI પેટ્રોન શરૂ કરી છે. SBIના જણાવ્યા અનુસાર, 'હર ઘર લખપતિ' એ પૂર્વ ગણતરી કરેલ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ છે જે ગ્રાહકોને રૂ. 1 લાખ અથવા તેના ગુણાંકમાં જમા કરાવવામાં મદદ કરવા માટે રચાયેલી છે. 'SBI પેટ્રોન' એ ફિક્સ ડિપોઝિટ સ્કીમ છે જે ફક્ત 80 વર્ષ અને તેથી વધુ વયના પસંદગીના વરિષ્ઠ નાગરિકો માટે છે. આ યોજનાઓ ગ્રાહકોને વધુ સારી નાણાકીય સુગમતા પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે.
હર ઘર લખપતિ SBI ડિપોઝિટ સ્કીમ
હર ઘર લખપતિ એ પૂર્વ ગણતરી કરેલા રિકરિંગ ડિપોઝિટ (RD) યોજના છે. જે ગ્રાહકોને રૂ. 1,00,000 અથવા તેના ગુણાંકમાં જમા કરાવવામાં મદદ કરવા માટે રચાયેલી છે. આ યોજના નાણાકીય લક્ષ્યોને હાંસલ કરવાનું સરળ બનાવે છે, ગ્રાહકોને અસરકારક રીતે આયોજન અને બચત કરવાની મંજૂરી આપે છે. રિકરિંગ ડિપોઝિટનો લઘુત્તમ કાર્યકાળ 12 મહિના (એક વર્ષ) અને મહત્તમ 120 મહિના (10 વર્ષ) છે.
SBI પેટ્રન ડિપોઝિટ સ્કીમ
SBI પેટ્રોન એ 80 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે રચાયેલ ખાસ ફિક્સ ડિપોઝિટ સ્કીમ છે. આ પ્રોડક્ટ બેંક સાથેના ઘણા વરિષ્ઠ ગ્રાહકોના લાંબા સમયથી ચાલતા સંબંધોને માન્યતા આપીને ઉન્નત વ્યાજ દરો ઓફર કરે છે. આ સ્કીમ હાલના અને નવા બંને ફિક્સ્ડ ડિપોઝિટ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.
વ્યાજ દરો
બેંકના સત્તાવાર નિવેદન અનુસાર, SBI પેટ્રોન થાપણદારોને વરિષ્ઠ નાગરિકોને ઓફર કરવામાં આવતા વ્યાજ દર કરતાં 10 બેસિસ પોઈન્ટ વધુ વ્યાજ મળશે, જ્યારે રિકરિંગ ડિપોઝિટ સ્કીમ ફિક્સ્ડ ડિપોઝિટ પર ઓફર કરવામાં આવતા દરો જેવી જ હશે.
હાલમાં એક વર્ષથી વધુ સમયગાળા માટે ફિક્સ્ડ ડિપોઝિટનો દર 6.80 ટકા છે, બે વર્ષથી વધુ સમય માટે 7 ટકા છે, 3 વર્ષથી વધુ સમય માટે 6.75 ટકા છે અને 5-10 વર્ષ માટે 6.5 ટકા છે.