અમદાવાદ: આવતીકાલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ પ્રારંભ થઇ રહ્યો છે. જેના અંતર્ગત તમિલનાડુમાં વસતા મૂળ સૌરાષ્ટ્રના લોકો સ્પેશિયલ મદુરાઈ અને ત્રિચી સ્પેશિયલ બે ટ્રેન દ્વારા 3 હજાર તમિલનાડુમાં વસતા મૂળ સૌરાષ્ટ્રમાં લાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજ સાંજે 6:10 કલાકે તે સ્પેશિયલ ટ્રેન અમદાવાદ આવી પહોંચી હતી.
ભવ્ય સ્વાગત: ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીએ ETV BHARAT સાથે વાત કરતા જનાવ્યું હતું કે હું પ્રથમ વખત સોમનાથ જઈ રહી છું જેને લાઈન ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ એક સંસ્કૃતિ બીજી સંસ્કૃતિને જોડવામાં આવી રહી છે. જેમાં બંને રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવશે.ત્યાર સુધી જેટલા સ્ટેશન પર આ ટ્રેન રોકાઈ ત્યાં ભવ્ય સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે.
ટ્રેન મોડી રાત સુધીમાં વેરાવળ પહોંચશે: મદુરાઈ અને ત્રિચી ચાલવામાં આવેલી સ્પેશિયલ ટ્રેન મોડી રાત સુધીમાં વેરાવળ પહોંચશે. મૂળ સૌરાષ્ટ્ર વાસી પણ વર્ષોથી તમિલનાડુમાં વસતા લોકોને સૌથી પહેલા દેશનું પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ભગવાન ભોલેનાથના દર્શન કરવામાં આવશે. અંદાજીત 16 મી સદીના બાંધવામાં આવેલ જુના સોમનાથ મંદિરના દર્શન કરવામાં આવશે. સોમનાથમાં આવેલ શ્રી રામમંદિર, ત્રિવેણી સંગમ,ગીતામંદિર, લક્ષ્મીનારાયણ મંદિર જેવા મંદિરના દર્શન પણ કરવામાં આવશે.
આ પણ વાંચો ST Sangamam: ટ્રેન દ્વારા સુરત પહોંચેલા તમિલો યાત્રીઓનું ઢોલ-નગારા સાથે સ્વાગત
આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ: સમગ્ર દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. જેના સંદર્ભમાં ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચે સંબંધને ઉજાગર કરવા તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ 10 દિવસ ચાલનાર આ કાર્યક્રમમાં અંદાજીત 5500 જેટલા મહેમાનો હાજરી આપે તેવી શક્યતા છે. જેમાં ગુજરાતના તેમજ કેન્દ્રિયના નેતાઓ પણ હાજર રહે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ સોમનાથ ખાતે જયારે અન્ય કાર્યક્રમ રાજકોટ, દ્વારકા, પોરબંદર, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં યોજાશે.