ETV Bharat / state

Saurashtra Tamil Sangam: ગુજરાતમાં 17 થી 26 એપ્રિલ દરમિયાન “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ - ગુજરાતમાં 17 થી 26 એપ્રિલ સૌરાષ્ટ્ર તમિલ સંગમ

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં આગામી 17 થી 26 એપ્રિલ દરમિયાન “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષો પહેલા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી સ્થળાંતર કરીને તમિલનાડુ રાજ્યમાં સ્થાયી થયેલા લોકોને સન્માનિત કરવા તેમજ બંને રાજ્યો વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી કરી સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Saurashtra Tamil Sangam: ગુજરાતમાં 17 થી 26 એપ્રિલ દરમિયાન “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ

author img

By

Published : Mar 19, 2023, 8:06 PM IST

અમદાવાદ: આજે તા.19મી માર્ચના રોજ ચેન્નાઈ ખાતે કેન્દ્રીય પ્રધાન ડૉ. મનસુખ માંડવીયા, શ્રી અનુરાગ ઠાકુર, ડૉ. એલ.મુરુગ્ગન તેમજ ગુજરાતના પ્રધાન શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય પ્રધાન શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમના લોગો, થીમ સોંગ અને રજીસ્ટ્રેશન પોર્ટલ saurashtra.nitt.edu નું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Unseasonal Rain Junagadh: ગીર વિસ્તારના ગામોમાં કમોસમી વરસાદ કરા સાથે પડેલા માવઠાથી નુકસાનના એંધાણ

બે રાજ્યો વચ્ચેનું સૌપ્રથમ પુનઃમિલન: કેન્દ્રીય પ્રધાન ડૉ. મનસુખભાઈ માંડવિયાએ સૌરાષ્ટ્ર તમિલ સંગમને “સોમસુંદરેશ્વર મહાદેવનો સોમનાથ મહાદેવ સાથેનો સંગમ” ગણાવતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના 10 દિવસ દરમિયાન બંને રાજ્યો વચ્ચે ઈતિહાસ, કલા, ભાષા અને સંસ્કૃતિનું જે આદાન-પ્રદાન થશે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી નવી દિશા આપશે. આ સંગમ ઇતિહાસમાં બે રાજ્યો વચ્ચેનું સૌપ્રથમ અને સૌથી મોટું પુનઃમિલન હશે, જે આ બંને રાજ્યોના ઇતિહાસની મહત્વપૂર્ણ ઘટના બનશે.

અનેક સ્પર્ધાઓનું આયોજન કરાયું: કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતુ કે, વડાપ્રધાનશ્રીએ સૌને સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા માટે અનુરોધ કર્યો છે, ખાસ કરીને એવા રાજ્યો વચ્ચે જે ભૌગોલિક રીતે અલગ હોય પરંતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલા હોય. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચે કલા, ખાણી-પીણી, સાહિત્ય અને રમત-ગમત જેવી વિવિધ પ્રવૃત્તિઓની આપ-લે માટે પ્રદર્શનો, મીટીંગો, ચર્ચાઓ અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Takhteshwar Temple: તખ્તેશ્વર મહાદેવનું એવું મંદિર જ્યાં દર્શન કરતાંની સાથે જ થાય છે 5 લાભ

બંને રાજ્યની સંસ્કૃતિ સાથે પરિચિત થવાની સોનેરી તક: આ પ્રસંગે રાજ્ય પ્રધાન જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતના તાત્કાલિત મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાને એક દાયકા પહેલા વર્ષ 2005માં શરુ કરેલી પહેલ આજે સાચા અર્થમાં પરિપૂર્ણ થવા જઈ રહી છે. ગુજરાત અને તમિલનાડુ રાજ્યના યુવાનો માટે આ કાર્યક્રમમાં સહભાગી થઇ બંને રાજ્યના ઈતિહાસ, સંસ્કૃતિ અને અમૂલ્ય વારસા સાથે પરિચિત થવાની એક સોનેરી તક છે.

ક્યા રાજ્યમાં કાર્યક્રમોનું આયોજન: ગુજરાત તરફથી રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહેલા પ્રધાનઓએ આ તકે સૌને “સૌરાષ્ટ્ર તમિલ સંગમ”માં જોડવા માટે અને ગુજરાતમાં પધારવા માટે આવકાર્યા હતા. તમિલનાડુમાં વસતા લગભગ 12 લાખ જેટલા સૌરાષ્ટ્રીયન લોકોને આવકારવા માટે તા.19, 25 અને 26 માર્ચના રોજ ચેન્નાઈ, મદુરાઈ, દીંડીગુલ, પરમકુડુ, સાલેમ, કુમ્બાકોનમ, થન્જાવુંર અને ત્રીચીમાં રોડ શો યોજાશે. રોડ શો દરમિયાન ગુજરાતના પ્રધાન સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને ગુજરાત આવવા આમંત્રણ પાઠવવા જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમનો મુખ્ય કાર્યક્રમ સોમનાથ ખાતે યોજાશે. આ ઉપરાંત દ્વારકા, સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર, રાજકોટ અને પોરબંદર સહિત રાજ્યના વિવિધ સ્થળો ખાતે પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

(પ્રેસનોટને આધારે)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.