ETV Bharat / state

સૌરાષ્ટ્ર લુહાર સુથાર સેવા સમાજ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું

અમદાવાદામાં લુહાર સુથાર સમાજ દ્વારા જીવનસાથી પસંદગી (Saurashtra Luhar Suthar Seva Samaj) સંમેલન યોજાયું હતું. જેમાં યુવક યુવતીઓએ તેમજ વડિલોએ ઉત્સાહભરે ભાગ લીધો હતો. રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા સહિત બે હજારથી વધુ લોકોએ આ સંમેલન માણ્યું હતું. (Luhar Suthar Seva Samaj Spouse selection)

સૌરાષ્ટ્ર લુહાર સુથાર સેવા સમાજ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું
સૌરાષ્ટ્ર લુહાર સુથાર સેવા સમાજ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું
author img

By

Published : Jan 2, 2023, 9:20 PM IST

અમદાવાદમાં સૌરાષ્ટ્ર લુહાર સુથાર સમાજનું જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું

અમદાવાદ : સૌરાષ્ટ્ર લુહાર સુથાર સેવા સમાજ દ્વારા અમદાવાદમાં લુહાર સુથાર જ્ઞાતિ (Luhar Suthar Seva Samaj Spouse selection) માટેનો જીવનસાથી પસંદગી સમંલેન યોજાયું હતું. વિશ્વકર્મા સમાજના ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના પ્રધાન જગદીશ વિશ્વકર્મા પંચાલની ઉપસ્થિતિમાં જીવનસાથી પસંદગી સંમેલન 2023 યોજાયું હતું. જેમાં 366 અપરણિત યુવકો, 25 છૂટાછેડા યુવકો તથા 78 અપરણિત યુવતીઓ તેમજ 6 છૂટાછેડા યુવતીઓએ ભાગ લીધો હતો. (Saurashtra Blacksmith Carpenter Seva Samaj)

આ પણ વાંચો જૂનાગઢમાં દિવ્યાંગ યુવક અને યુવતીનો રાજ્યકક્ષાનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

વાડી, હોસ્ટેલ અને મંદિર બનાવવાનું આયોજન સૌરાષ્ટ્ર લુહાર સુથાર સેવા સમાજના ટ્રસ્ટી પ્રવિણ મિસ્ત્રીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 480 યુવક યુવતીઓ હાજર રહ્યા હતા. આ આયોજન પછી અમે અમારી જ્ઞાતિના લોકો માટે વાડી, હોસ્ટેલ અને વિશ્વકર્મા પ્રભુનું મંદિર બનાવવાનું આયોજન કરી રહ્યા છીએ. તેમાં અંદાજે 10 કરોડ રૂપિયાનો ખર્ચ છે. આના માટે હવે કાર્ય હાથ પર લીધું છે. અમે આશા રાખીએ કે આ કાર્ય ઝડપથી સફળ થાય. (Ahmedabad Saurashtra Luhar Suthar Seva Samaj)

આ પણ વાંચો JivanSathi Pasandagi Melo : ઢળતી ઉંમરે વડીલોએ નહીં ગુજારવું પડે એકલવાયું જીવન

15 વર્ષથી સંમેલન યોજાઈ રહ્યું છે સમાજના મંત્રી પંકજ મિસ્ત્રીએ ETV Bharatને કહ્યું હતું કે, અમો છેલ્લા પંદર વર્ષથી જીવનસાથી પસંદગી સંમેલન કરીએ છીએ. કોરાનાકાળના બે વર્ષ પછી અમે પસંદગી સંમલેન યોજી રહ્યા છીએ. દરેક યુવક યુવતી સાથે વાલીઓ આવી શકે તેવું આયોજન હતું. 2000 કરતાં વધુ લોકોની હાજરી હતી. યુવક યુવતીઓ સ્ટેજ પર આવીને પોતાનો પરિચય આપે તેવું સુંદર આયોજન કરાયું હતું. (Spouse Selection Convention in Ahmedabad)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.