ETV Bharat / state

અમદાવાદઃ સરદાર પટેલના સ્મારક વિશે જાણો અવનવી વાતો

સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મ જયંતિની ઉજવણીની તૈયારીઓ સમગ્ર ગુજરાતભરમાં ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક વિશે જાણીએ અવનવી વાતો.

sardar
અમદાવાદ : સરદાર પટેલના સ્મારક વિશે જાણો અવનવી વાતો
author img

By

Published : Oct 30, 2020, 1:03 PM IST

  • સરદાર વલ્લભભાઈની 145મી જન્મ જયંતિની ઉજવણીની તૈયારીઓ શરૂ
  • અમદાવાદના શાહીબાગમાં આવેલું છે સરદાર પટેલ સ્મારક
  • સરદાર પટેલના જીવનની તમામ સ્મૃતિઓ આ મ્યુઝિયમમાં

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલની 145 મી જન્મ જયંતિની ઉજવણીની તૈયારીઓ સમગ્ર ગુજરાતભરમાં ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક વિશે જાણીએ અવનવી વાતો.

કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ

દેશને 1947માં આઝાદી મળી ત્યારે સૌ કોઇના મોઢે ગાંધીજીનું નામ હતું. ત્યારે ગાંધીજીની સાથે આઝાદીની લડતમાં ભૂમિકા ભજવનાર સરદાર પટેલ પણ હતા. ગાંધીજીએ ખુદે જ કહ્યુ હતું કે, સરદાર ન હોત તો તેઓ આઝાદીની લડત ના લડી શકત. દેશમાં આવેલા 562 રજવાડાને ભેગા કરીને સરદાર પટેલ એક રાષ્ટ્ર બનાવ્યું હતું. તથા લોહપુરુષ તરીકેની છાપ પણ સરદાર વલ્લભભાઈ પટેલ ધરાવતા હતા.

અમદાવાદ : સરદાર પટેલના સ્મારક વિશે જાણો અવનવી વાતો
ક્યારે થઈ સરદાર પટેલ સ્મારકની સ્થાપના

અમદાવાદના શાહીબાગમાં સરદાર પટેલ સ્મારક આવેલું છે. જ્યાં સરદાર પટેલનું મ્યુઝિયમ પણ છે. વર્ષ 1979માં સરદાર પટેલના મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી હતી. તે પહેલાં તે જગ્યા પર રાજ્યનું રાજભવન આવેલું હતું. બાદમાં તે જગ્યા સરદાર પટેલના સ્મારક માટે ફાળવવામાં આવી હતી. છેલ્લાં 10 વર્ષથી સેક્રેટરી તરીકે આર.એસ.પટેલે જવાબદારી સંભાળતા સ્મારકનું ખૂબ જ આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે.

શું છે સરદાર પટેલ સ્મારકની વિશેષતાઓ

સરદાર પટેલ સ્મારકની અનેક વિશેષતાઓ છે. આ મ્યુઝિયમ સંપૂર્ણ સેન્ટ્રલ એસી વાળું મ્યુઝિયમ છે. અહીં સરદાર પટેલના જીવનની તમામ સ્મૃતિઓ તસ્વીર સ્વરૂપે રાખવામાં આવી છે. સરદાર પટેલના જીવન અને તેમના વિચારો પણ અહીં રજૂ કરવામાં આવેલા છે. સરદાર પટેલની જીવન સાથે જોડાયેલી તમામ વસ્તુઓ અહીં જીવંત રાખવામાં આવી છે.

સ્મારકમાં સરદારના જન્મથી લઈને મૃત્યુ સુધીની તમામ છબીઓ

સરદાર પટેલ સ્મારકમાં સરદાર પટેલના જન્મ સ્થળ, ઉછેર સ્થળ, ભણવાની જગ્યા, અદાલતની જગ્યા, સત્યાગ્રહની જગ્યા, સાબરમતી સેન્ટ્રલ જેલ, મૃત્યુ થયું તે જગ્યા આમ તમામ જગ્યાઓ અલગ અલગ રીતે દર્શાવવામાં આવી છે. સરદાર પટેલને મળેલ ભેટ, સોગાદો, તેમના કપડાં, જૂતા,પુસ્તક સહિતની નાનામાં નાની વસ્તુઓ પણ સાચવીને રાખવામાં આવી છે.

સ્મારકમાં કઈ કઈ સુવિધા

સરદાર પટેલ સ્મારક ખૂબ વિશાળ જગ્યામાં આવેલું હોવાથી ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવી છે. મ્યુઝિયમમાં માત્ર 20 રૂપિયાના દરે કોઈ પણ વ્યક્તિ મુલાકાત લઈ શકે છે. તેમજ સાંજના સમયે અંધારું થતા સરદાર પર 3D ફિલ્મ પણ માત્ર 30 રૂપિયામાં બતાવવામાં આવે છે. આ ઉપરાંત સ્મારકમાં કેન્ટીન પણ તાજેતરમાં બનાવવામાં આવી છે અને બેસવા માટે બગીચો પણ બનાવવામાં આવ્યો છે. ખૂબ જ શાંતિવાળા વાતાવરણમાં સરદાર સ્મારક આવેલું છે.

હાલ કોરોનાના કપરા કાળમાં સંક્રમણ ના ફેલાય તે માટે સ્મારક મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ હવે લગભગ 31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતિ બાદ મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.