અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2002ના રમખાણો બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરનાર તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રી કુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે SIT દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે સેશન્સ કોર્ટમાં આ કેસ ઉપર સુનવણી ચાલી રહી છે.
સંજીવ ભટ્ટના વકીલ એડવોકેટ મનીષ ઓઝાએ જણાવ્યું હતું કે,
CRPCની કલમ 195 મુદ્દે સરકારે કહ્યું હતું કે કેસને લગતા ડોક્યુમેન્ટ્સ રાજ્ય બહાર બન્યા છે. FIR પોલીસે નોંધી છે. જ્યારે સંજીવ ભટ્ટના વકીલનું કહેવું છે કે આ કેસમાં કલમ CRPCની કલમ 195 અંતર્ગત કોર્ટ સંજ્ઞાન ના લે ત્યાં સુધી કાર્યવાહી થઈ શકે નહીં.
સરકાર દ્વારા જામીનનો વિરોધ: સંજીવ ભટ્ટના વકીલ દ્વારા કેસમાંથી ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરવામાં આવી હતી. અગાઉની સુના વણીમાં કોર્ટમાં સરકારે સંજીવ ભટ્ટની ડિસ્ચાર્જ અરજી પર અને 207 નિયમ અંતર્ગત મંગાયેલ કાગળોને લઈને સરકારે જવાબ ફાઈલ કર્યો હતો. જેમાં સરકારે સંજીવ ભટ્ટની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કર્યો હતો.
આર.બી. શ્રીકુમારના જામીન મંજૂર: ઉલ્લેખનીય છે કે સેશન્સ કોર્ટ 20 જુલાઈએ તિસ્તા સેતલવાડની ડિસ્ચાર્જ અરજી ફગાવી ચુકી છે. જોકે આ આર.બી.શ્રી. કુમારને ગુજરાત હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. તેમજ સુપ્રીમ કોર્ટે પણ તિસ્તા શીતલવાડના જામીન મંજૂર કરેલા છે. હવે કોર્ટમાં આ મુદ્દે 31 ઓગસ્ટે વધુ સુનવણી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ DGP આર.બી.શ્રીકુમારને હાઇકોર્ટ આ કેસમાં રેગ્યુલર જામીન આપ્યા છે. જ્યારે તિસ્તાની ગુજરાત હાઇકોર્ટમાં કવોશિંગ પિટિશન પેન્ડિંગ છે.