આ પાંચ દિવસોમાંથી પહેલા દિવસે મોટિવેશનલ સ્પિકર સંજય રાવલ કારકિર્દીને સફળ બનાવવામાં વાંચન અને વિચારની ભૂમિકા વિશે વ્યક્ત આપ્યું હતું. લાંબાગાળાની સફળતા માટે માત્ર ટેક્નિકલ કુશળતા જ જરૂરી છે. જનમાનસમાં પ્રવર્તી ધાણાથી વિપરીત સંજય રાવલે વાત સ્પષ્ટ કરી કે સારા વાંચનથી કેવી રીતે બૌદ્ધિક ક્ષમતા વધારવામાં અને કારકિર્દીમાં મહત્વનું યોગદાન આપે છે.
આ કાર્યક્રમના પાંચ દિવસનો સ્ક્રીન રાઇટિંગ વર્કશોપ બુધવારે સવારે શરૂ થયો હતો. આ વર્કશોપ સ્ક્રીન રાઇટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને હિન્દી સિનેમાના જાણીતા દિગ્દર્શક સુભાષ ઘાઇ દ્વારા સંચાલિત દેશની પ્રીમિયર ફિલ્મ શિક્ષણની સંસ્થા વિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ સાથે મળીને સંયુક્ત રીતે યોજાઇ રહ્યો છે.