વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીના આદેશ બાદ અમદાવાદમાં ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન મોદીના જન્મદિવસે સાબરમતી નદીમાં સ્કુબા ડાઈવિંગ અને એરબોટ સાથે જેટસ્કીની રાઇડ શરૂ કરવામાં આવશે. પ્લાસ્ટીકના ઉત્પાદન સામે લાલ આંખ કરનારી AMC શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાના મિશનની પણ શરૂઆત કરશે.
રિવરફ્રન્ટ પર વોટર-સ્પોર્ટ્સ એડવેન્ચરનું આયોજન કરવામાં આવશે. જેમાં બે એર બોટ અને બે જેટ સ્કી, દસ અલગ-અલગ રેસ્ક્યુ બોટ, પાણીમાં ઉંડે ઉતરવા માટે ચાર સ્કુબા ડાઈવિંગ તથા ચાર બોટ વગેરેનું નિદર્શન પણ કરવામાં આવશે. રિવરફ્રન્ટ પર મહાઆરતી બાદ નર્મદા નીરના વધામણા કરવામાં આવશે.