અમદાવાદઃ સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં વધુ એક વાર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી ચાલી રહેલી આ સુનાવણી મુદ્દે આજે હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીપીસીબીને ઉધડો લીધો હતો. હાઇકોર્ટ કોર્પોરેશન અને જીપીસીબીને ટકોર કરતાં કહ્યું હતું કે, કેમ કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી?
સાબરમતી પ્રદૂષણ મામલો : હેમાંગ શાહે જણાવ્યું હતું કે, કોર્ટે આજે સાબરમતી મુદ્દે સખત વલણ લીધું હતું. તમે ટાઈમલાઈન આપો કે ક્યારે આ બધું ઇમ્પ્રૂવ કરશો? પ્રદૂષણ ઘટાડવા માટે જે ટાઈમ લાઈન હોવું જોઈએ તેમાં કોઈપણ પ્રકારનું કાર્ય દેખાતું નથી. માત્ર એફિડેવિટ રજૂ કરો છો પરંતુ ક્યાંય કામગીરી દેખાતી નથી. આ સાથે જ કેમિકલ યુક્ત પાણી પણ પ્રદૂષણમાં છોડવાનું યથાવત છે. એએમસીના ટકોર કરી છે કે ઇલીગલ કનેક્શનને તપાસો અને ડીસ કનેક્ટ કરો. આ સમગ્ર મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે : હાઇકોર્ટ અમદાવાદ કોર્પોરેશનને ટકોર કરતા કહ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરનું વિઝન સ્પષ્ટ હોવું જોઈએ. તમામ પ્રશ્નોનું સમાધાન તમારે જ લોકોને કરવાનું હોય છે કામમાં ઢીલા કે પ્રશ્નો બતાવીને નિરાકરણ ન કરો તે ચલાવી લેવાશે નહીં. આ સાથે જ કોર્ટે કામગીરી મામલે અસંતુષ્ટ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તમે કોઈ કામગીરી નથી કરી એવું નથી પરંતુ જે પણ કામગીરી કરી છે તે પણ પર્યાપ્ત નથી જાહેર હિતમાં જે રીતે કામ થયું જોઈએ એ બિલકુલ દેખાતું નથી. આ સાથે જ કોર્ટે જીપીસીબી ને પણ કહ્યું હતું કે, તમને તમારી સત્તાઓ અને જવાબદારીઓ ખબર છે તેમ છતાં પણ કેમ યોગ્ય પગલાં લેતા નથી?