અમદાવાદઃ RJ ધ્વનિતે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 'મારી વિનંતી છે કે, આપણે આપણી જાતને જાત સાથે કનેક્ટ કરીએ. સોશિયલ મીડિયામાં જે ફોરવર્ડ મેસેજ આવે છે, તેની ચકાસણી કરીને પછી જ ફોરવર્ડ કરો. વ્હોટસઅપમાં આવતાં મેસેજ અફવા ફેલાવાનું કામ કરતાં હોય છે, માટે મોબાઈલનો ઉપયોગ મર્યાદિત કરો. પોઝિટિવ રહો. લૉક ડાઉનમાં હું ગુજરાતી તમામ સેલિબ્રિટી સાથે ઈન્સ્ટા પર લાઈવ અંતાક્ષરી કરી રહ્યો છું. મે કોરોનાના યોદ્ધાઓ ડૉકટર અને કોરોના પેસન્ટ સાથે વાત કરી, તે વાતો આપણને જીવન જીવવાનું બળ આપે છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ પોઝિટિવ રહેવાની વાતો કરે છે, તેનાથી મને નવું બળ મળે છે. આ બધુ તમે જોજો. અને તમને પણ નવો જોમ અને જુસ્સો મળશે.'
અમદાવાદના પોપ્યુલર RJ ધ્વનિતનો મંત્રઃ મનગમતુ કામ કરો અને પોતાની જાત સાથે કનેક્ટ થાવ - RJ ધ્વનિતનો મંત્રઃ મનગમતુ કામ કરો અને પોતાની જાત સાથે કનેક્ટ થાવ
ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ભારતમાં મહારાષ્ટ્ર પછી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં બીજો નંબર આવી ગયો છે. કોરોનાના વધતાં જતા કેસને પગલે લોકોમાં ડર પેસી ગયો છે. પણ નેગેટિવીટી બહાર કાઢી નાંખો, અને તમે ઘરમાં રહો, સુરક્ષિત રહો…નો મંત્ર અપનાવો. આમ કહી રહ્યા છે રેડિયો મિર્ચી 98.3 એફએમના આરજે ધ્વનિત, આવો આપણે પણ સાંભળીએ